________________
-
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૭૭ ભેગસુખની પરાધીનતાઃ
મેટી સેનાઓની સામે એકલા ઝઝુમીને વિજયને વરનારા અને સિંહ કે હાથીને વશ કરવાનું સામર્થ્ય ધરાવનારા પણ જ્યાં કામસુખની લાલસાવાળા બને છે, એટલે એમનું બધું ખમીર દબાઈ જાય છે. જેની સાથે ભેગસુખભેગવવાની લાલસા થઈ, તેને મનાવવા, રીઝવવા, એના પગમાં પડતાં ય અચકાતા નથી. ભેગસુખ એ સુખ જ એવું છે કે-એ સુખને જીવ એકલે પિતે જ ભેગવી શકે નહિ. બીજાને યોગ જોઈએ જ. બીજાને વેગ જોઈએ, એટલે પરાધીનતા ઉભી થઈ. આત્મિક સુખ સિવાયનું કઈ જ સુખ સ્વાધીન નથી. ભેગસુખ મળવામાં, ટકવામાં અને ભોગવાવામાં પુણ્યને વેગ જોઈએ જ. પુણ્યનો વેગ ન હોય, તે ભોગસુખની લાલસા જેટલી વધારે, તેટલી પીડા જ વધારે અને પીડામાં મરવાનું પણ મળવાનું કાંઈ નહિ. સુખ પોતાને ભોગવવાનું અને એનો આધાર બીજા ઉપર. પરની અપેક્ષા ઉભી થઈ, એટલી દીનતા આવે જ, આત્મિક સુખ સ્વતન્નપણે ભોગવાય એવું. એ સુખની આકાંક્ષા જાગે એટલે માણસમાં ખમીર આવે. કારણ શું? ભોગસુખમાં બીજાની પ્રસન્નતા આવશ્યક છે, જ્યારે આત્મિક સુખની આકાંક્ષા જાગે, એટલે કર્મને ક્ષીણ કરી નાખવાની જરૂર લાગે છે. ભેગસુખ માટે આંખમાં ને હૈયામાં પરાણે પણ મીઠાશ લાવવી પડે છે, જ્યારે આત્મસુખ માટે કર્મની સામે કરડી નજર કરવી પડે છે. આથી ગમે તેવા શૂરવીરે પણ ભોગસુખના સાધન પાસે તે નમાલા જેવા જ બની જાય છે.