________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૭૧
ગૃહસ્થા માટે ભાવપૂજાના ધ્યેયવાળી દ્રવ્યપૂજા આવશ્યક છે;
શ્રી જિનેન્દ્રની સ્તુતિ, એ પણ એ તારકાની પૂજા છે. એ તારકાની આજ્ઞાનું પાલન, એ પણ એ તારકાની પૂજા છે. સ્તુતિમાં આજ્ઞાપાલનના ઉત્સાહને પ્રગટાવવાની તાકાત છે. સ્તુતિમાં આત્માને શ્રી જિનવાણીની વિચારણાઓમાં રમતા કરવાની તાકાત છે. શ્રી જિનેન્દ્રની સ્તુતિ, શ્રી જિનેન્દ્રના સ્વરૂપનું ભાન કરાવે છે અને સ્તુતિ કરનારને પેાતાના તેવા આત્મિક સ્વરૂપને પ્રગટાવવાની પ્રેરણા કરે છે. સ્તુતિ, એ પણ શ્રી જિનેન્દ્રની ભાવપૂજાના એક પ્રકાર છે. શ્રી જિનેન્દ્ર પ્રત્યે સાચા ભક્તિભાવ પ્રગટે, તે જ એ તારકની સાચી ભાવમયી સ્તુતિ થઈ શકે છે. શ્રી જિનેન્દ્ર પ્રત્યે ભક્તિભાવ પ્રગટે છે, એટલે શ્રી જિનેન્દ્રની સેવામાં પેાતાનું સઘળુ જ સારૂં સમપી દેવાનું મન થાય છે. તમે જે દ્રવ્યપૂજા કરા છે, એ એનું પ્રતીક છે. દ્રષ્યવાળાએ દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે પૂજા કરવી જોઈએ. દ્રવ્યવાળા દ્રવ્યપૂજા ન કરે, તો એ એને માટે દોષ રૂપ છે. પેાતાને જિનભક્ત કહેવડાવે છે અને પેાતાની પાસે દ્રવ્ય પણ છે, તા પછી એ ભગવાનની દ્રવ્યપૂજા શા માટે કરે નહિ ? દરેક શ્રાવકે પોતપેાતાની શક્તિને અનુસારે, પેાતાનાં જ શક્તિ મુજબનાં ઉત્તમ દ્રવ્યેાથી, શ્રી જિનરાજની અષ્ટપ્રકારી પૂજા રાજ કરવી જોઈ એ. ઋદ્ધિમત પેાતાની ઋદ્ધિને અનુસારે અને ગરીમ પેાતાની શક્તિ-સામગ્રીને અનુસારે ઉત્તમ દ્રબ્યાથી શ્રી જિનરાજની પૂજા કરે, ભગવાન શ્રી જિનેશ્વરદેવા પ્રત્યે સાચા ભક્તિભાવ પ્રગટે, એટલે શક્તિ મુજબનાં પશુ ઉત્તમેાત્તમ