________________
-
પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ
૪૪૧ કહે છે કે-જે ભગવાન કામદેવે શમ્ભ, સ્વયમ્ભ અને હરિ એ ત્રણેયને હમેશને માટે સ્ત્રીઓના દાસ, દાસ પણ કેવા ? ગૃહકર્મ કરનાર એવા દાસ બનાવી દીધા અને એથી જે કામદેવનું વિચિત્ર ચરિત્ર વાણીથી વર્ણવ્યું વર્ણવી શકાય તેવું નથી, એવા ભગવાન કામદેવને મારા નમસ્કાર હે! ભતુંહરિ જેવાએ કામને ભગવાન કહીને નમસ્કાર કેમ કર્યો? એ માટે કે-દુનિયા જેઓને દેવ તરીકે માને છે, પૂજે છે, એવાને પણ કામે સ્ત્રીઓના ગુલામ બનાવી દીધા હતા ! એટલે તાકાત કેની વધારે એ કહેવાતા દેવેની કે કામની? જે એવા દેને જ દેવ તરીકે પૂજવા હોય, તે તે એવા દેને પણ ગુલામ બનાવી દેનાર કામને જ દેવ તરીકે પૂજ, એમાં ખોટું શું છે? આમ કહીને પણ, શ્રી ભર્યું હરિએ તે કામની ભયંકરતા જ વર્ણવી છે. શ્રી ભર્તુહરિએ કામને નમસ્કાર કર્યો છે ખરે, પણ તે કે? દુનિયામાં જેમ દુર્જનને માટે કહેવાય છે કે-તને નવ ગજના નમસ્કાર, એ! નમસ્કાર બોલવા દ્વારા પણ તિરસ્કાર વ્યક્ત કરી શકાય છે. આ લેકમાં શ્રી ભતૃહરિએ, વસ્તુતઃ કામને નમસ્કાર નથી કર્યો, પણ કામને તિરસ્કાર કર્યો છે. નમન નમનમાં ભેદઃ
નમસ્કાર માત્ર ભક્તિથી જ થાય છે, હૈયાના બહુમાનથી જ થાય છે, એ નિયમ નથી. માત્ર નમસ્કારની ક્રિયા તરફ નહિ જેવું જોઈએ, પરંતુ નમસ્કાર કરનારના ભાવ તરફ જેવું જોઈએ. જેમ તિરસ્કાર કરવાને માટે પણ નમસ્કારને