________________
૪૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ચારિત્રહ કર્મ કેવા પ્રકારનું છે, અને તે જાણી શકે, એટલે છએ તે તેની યોગ્યતાની તપાસ પ્રશ્ન, કથા અને પરીક્ષા દ્વારા જ કરવાની હોય. પ્રશ્ન, કથા અને પરીક્ષા દ્વારા કેવી રીતિએ દીક્ષાર્થી જીવની ગ્યતાની પરીક્ષા થાય, એ વિષયમાં પણ શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરાએલું છે. અહીં જે આપણે એ વર્ણનમાં ઉતરીશું, તે વળી સમય વધારે જશે અને હવે તે આપણે જેમ બને તેમ ઝટ સૂત્રનું વાંચન શરૂ કરવું છે. શાસ્ત્રોએ ફરમાવેલા વિધિ મુજબ દીક્ષાર્થીની ગ્યતાને તપાસતાં, જે “તે દીક્ષાર્થી અયોગ્ય છે–એમ માલૂમ પડી જાય, તે તેને અમે પણ તત્કાલ દીક્ષા આપવાની ના પાડી શકીએ અને પછી પ્રયત્ન કરવા છતાં પણ જે તેનામાં દીક્ષા માટેની યોગ્યતા પ્રગટે નહિ, તે તેને નિષેધ પણ કરી શકીએ. આવી રીતિએ તત્કાલ દીક્ષા નહિ આપવાથી અમુક કાલને માટે અને પછી પણ અગ્ય જ જણાય તે નિષેધ કરવાથી, કદાચ જીવનભરને માટે તે અસંયમી રહે, તે પણ અમને એથી એના અસંયમનું પાપ લાગે નહિ, પણ ભગવાનની આજ્ઞાના પાલનનું જ ફલ મળે.
પ્રશ્ન પણ પેલાને લાભ થતો અટકી જાય ને?
લાભ થતું અટકી જાય નહિ, પણ ગેરલાભ થતો અટકી જાય. ભગવાનની આજ્ઞાની વિરાધના કરવાના ઘોર પાપથી લેપાતાં એ બચી જાય. ઊલટું એમ કહે કે–તે અયોગ્ય છે એમ જાણવા છતાં, દક્ષાને લઈને પાળી શકે એ નથીએમ જાણવા છતાં પણ, જે અમે એને દીક્ષા આપીએ અને તે પછી તે ભગવાનની આજ્ઞાની વિરાધના કરનારે નિવડે,