________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૫૫ તે એથી એ વિરાધનાથી જેમ એ પાપને ઉપાજે, તેમ અમે પણ પાપના ભાગી બનીએ; જ્યારે અમે જે શાસ્ત્રોની આજ્ઞા મુજબ જોઈ શકાય તેટલા પ્રમાણમાં દીક્ષાથની ગ્યતા જોઈ હોય અને એને એગ્ય માનીને જ સ્વ–પરની અનુગ્રહબુદ્ધિથી તેને દીક્ષા આપી હોય, તે એ પછી કદાચ એ ભગવાનની આજ્ઞાની વિરાધના કરનારે નિવડે, તે પણ અમને એ વિરાધના અંગે પાપ લાગે નહિ અને ભગવાનની આજ્ઞાના પાલનનું જ ફળ મળે.
- પ્રશ્ન શ્રી નંદિષેણ પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાના જ છે, એમ જાણવા છતાં પણ ભગવાને તેમને દીક્ષા કેમ આપી ? "
તેવા પ્રકારના ભાવિભાવને જોઈને ભગવાન શ્રી નંદિપેણને દીક્ષા આપી હતી. ભગવાન શ્રી જિનેશ્વરદે પણ ભાવિભાવને અન્યથા કરી શકતા નથી. “ભગવાને કદાચ એમાં જ નંદિપેણનું હિત ભાળ્યું હશે–એમ તે કહેવાય જ નહિ, કેમ કે-જે એમાં જ ભગવાને નંદિષેણનું હિત ભાળ્યું હત, તે પહેલાં જે નિષેધ કર્યો, તે નિષેધ કરત નહિ. અહીં એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે-આપણે તે ભગવાનની આજ્ઞાને જ અનુસરવાનું છે. એ તારકેની આજ્ઞાને વેગળી મૂકીને, એ તારકેએ કર્યું તે કરવાના ચાળા કરવા જવાય, તે આરાધના રહી જાય અને વિરાધના પલે પડી જાય. એ તારકની આજ્ઞાનુસાર દાનાદિક ધર્મોને સેવવામાં આપણા હૈયામાં ઉત્સાહ પેદા થાય–એ માટે આપણે એ તારકોએ સેવેલ દાનાદિક ધર્મોને યાદ જરૂર કરીએ, મારે એવી જ ઉત્કૃષ્ટ રીતિએ દાનાદિ ધર્મોને સેવવા છે-એવા મને