________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન રથે પણ જરૂર કરીએ, પરંતુ આપણે જે કાંઈ કરીએ, તે તે એ તારકે આપણે માટે કહેલા પ્રકારેને લક્ષ્યમાં રાખીને જ કરીએ. આપણે ભગવાનની આજ્ઞાના પાલકે બનીએ, પણ એ મહાભાગોએ કરેલું કરવાની વાત કરવા દ્વારા એ પુણ્યપુરૂષની આજ્ઞાન ભંજક બનવા જેવું તે કરીએ જ નહિ.
ભગવાને ખૂદે અને દિવ્ય વાણી દ્વારા દેવતાએ પણ નિષેધવા છતાં, શ્રી નંદિષેણે દીક્ષા લીધી જ હતી, ત્યારે તે વખતે એ મહાનુભાવ કેવા ભાવમાં વર્તતા હશે? ભગવાન પણ કહે છે અને દિવ્ય વાણી પણ કહે છે કે તારે ભેગ ભેગવ્યા વિના છૂટે એવું તારું કર્મ નથી તે છતાં ય જ્યારે શ્રી નંદિણ ભેગ માટે લાલાયિત થતા નથી, ભેગસુખ તરફ નજર સરખી પણ કરતા નથી, ત્યારે તે વખતે તેમને ભેગસુખ પ્રત્યે કેટલી બધી ઘણા હશે અને તેમના હૈયામાં મેક્ષસુખને મેળવવાની કેટલી ભારે તમન્ના જાગી હશે? શ્રી નંદિષેણે ભગવાનના વચનની ઉપરવટ થઈને દીક્ષા લીધી-એની આ પ્રશંસા નથી; પણ તેમણે જે કાંઈ કર્યું, તે કરતી વેળાએ તેમને મનેભાવ કે પ્રશંસનીય હતું, તેની આ વાત છે. જેમ ગોશાળ જ્યારે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા ઉપર તેજેશ્યા મૂકવાને માટે આવી રહ્યો હતો, ત્યારે ભગવાને ગણધરભગવાન શ્રી ગૌતમસવામીજી આદિ સર્વ મુનિઓને આઘા ખસી જવાનું અને વચ્ચે નહિ આવવાનું કહ્યું હતું, તેમ છતાં ય, નક્ષત્ર અને સુનક્ષત્ર નામના બે મુનિઓ, ગશાળે ભગવાન ઉપર જે ઉપદ્રવ કરતો હતો, તેને સહી શક્યા નહિ અને વચ્ચે પડ્યા, તે ત્યાં શું જવાય? એમના હૈયામાં