________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૪૬૫ શીલ રહ્યા હતા, એટલે જ તેમને પાડવાને માટે વિધિએચારિત્રહ કમેં અભિમાન સુભટ દ્વારા કામ લીધું.
રત્નોની થયેલી વૃષ્ટિને વેશ્યા વિસ્ફારિત નેત્રોથી જોઈ રહી છે, ત્યાં તે શ્રી નદિષેણ એને કહે છે કે આ ધનથી તને સુખનો લાભ થાઓ !” અને એમ કહીને શ્રી નંદિષેણું પાછા વળવા જાય છે, પણ હવે વેશ્યા એમને જવા દે? શ્રી નંદિષેણ એક તો રાજકુમાર હતા અને તેમાં ય અત્યારે યૌવન વય છે. તપથી શરીર કૃશ બનેલું છે, પણ શરીરની કાન્તિ તે તેજોમય બનેલી છે. આવા સુકુમાર, યુવાન, રૂપાળા અને લબ્ધિસંપન્ન પુરૂષના વેગને, કયી વિષયલોલુપ સ્ત્રી ઈચ્છે નહિ? વેશ્યાએ નિર્ણય કરી લીધું કે-હવે તે આ મહામુનિને જવા દેવા જ નહિ.” વ્યાહિત થઈ ગયેલી વેશ્યા રૂપ બલા હવે તે મુનિને વળગી. અત્યાર સુધી ભલે એ ભાન ભૂલેલી હતી, છતાં અળગી હતી, પણ હવે તે બરાબર વળગી. આવા ભેદ ભાગ્યવંતને, આવી ભાન ભૂલેલી ભામા,
હવે ત્યાંથી એક ડગલું ય ચસકવા દે ખરી ? | મુનિ જે કેઈને અર્થની આશા બંધાવે, તે ય તેના
મુનિના દુર્ગતિના વાસા થાય. મુનિએ તો માત્ર ધર્મલાભ જ - આપ જોઈએ. મુનિએ પિતે સ્વીકારેલા ધર્મની મર્યાદા તોડી, અર્થાતુ-અર્થ લાભ આપવાથી આફત વહોરી ! વેશ્યા ધનની પૂજારી હેય, ધન માટે મહા પાપને આદરનારી હોય; ધન માટે જિંદગીભર જેને-તેને દેહવિક્ય કરનારી હેય, એવી વેશ્યા નારી આવી અર્થસિદ્ધિને નજરે નજર નિહાળે, એક તણખલાને તેડીને ફેંકતાં ક્રોડે રત્નને ઢગલે થઈ ગયેલ
૩૦