________________
પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ
૪૬૨ મળતા સુખને નહિ, પણ અર્થથી–પૈસાથી મળતા સુખને ઈચ્છનારી છું; મારે તે અર્થ લાભ જોઈએ.” | વેશ્યા આવું બેલી, એ મુનિવર શ્રી નંદિષેણથી ખમાયું નહિ. મનમાં તીખાશ આવી ગઈ. માન કષાયે જેર કર્યું. એમને થયું કે મારી મશ્કરી અને તે પણ આ કરે? શું મારી પાસે પૈસા નથી, ધન નથી, માટે હું ભિક્ષાએ નીકળે છું? આને બતાવી આપું કે-મારી પાસે તે એવી સિદ્ધિઓ છે કે-તણખલું ફેકું ને એનેયા વર્ષે ! માન અને માનથી આવેલા ક્રોધના જેરમાં આવી જઈને, શ્રી નંદિષેણે જમીન પરથી એક ઘાસનું તણખલું લઈને જેવું ફેંક્યું, કે તરત જ એમની તપોલિબ્ધિથી એકદમ આકાશમાંથી બાર કોડ ની વૃષ્ટિ થઈ ગઈ વેશ્યા પણ, ક્ષણ વાર તે, આ અકલ્પ્ય વૃષ્ટિને જોઈને હેબતાઈ ગઈ.
તમને આ પ્રભાવ જે-તે નથી, પણ જે તપમાં મુક્તિને આપવાની તાકાત છે, તે તપમાં નેને વરસાદ વરસાવવાની તાકાત હોય, એમાં નવાઈ પામવા જેવું નથી. અહીં દુઃખદ બીના તે એ છે કે-શ્રી નંદિષેણ જેવા મહા મુનિવર પણ, એક નહિ જેવા નિમિત્તને પામીને, અભિમાનના આવેશમાં તણાઈ ગયા. અભિમાનના આવેશે તેમની પાસે નહિ કરવા જેવું આ કામ કરાવી દીધું ! અભિમાનથી સર્વસ્વ હારી જવાય છે. અભિમાન રૂપ અજગર સર્વ ગુણોને ગળા જાય છે, તેનો નાશ કરે છે. અભિમાન આવ્યા પછી પોતે કોણ છે–એનું ભાન રહેતું નથી, તેથી પિતાને માટે કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે, એને પણ વિસરી જવાય છે