________________
-
-
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ખાતર નહિ. આહારગૃદ્ધિ કે રસલૌલુખ્ય ખાતર કરાતી ભિક્ષા કષ્ટ રૂપ છે, નિજેરાને અટકાવનાર છે અને એથી એ મેક્ષને પણ અટકાવનાર છે.
ત્યાગીઓમાં શૃંગારરૂપ, અનેકવિધ સિદ્ધિઓના સ્વામી, મહાન તપસ્વી અને જાગ્રત સંયમી એવા મુનિવર શ્રી નંદિષેણું ભિક્ષા ગ્રહણ કરવાને માટે નીકળ્યા છે. ઊંચ-નીચના ભેa વિના ગોચરી લેવાના વિધિનું પાલન કરનાર આ મહામુનિ, એક મોટા મહાલયમાં પ્રવેશ કરે છે. ઉંચ-નીચને ભેદ નહિ, એનો અર્થ “શ્રીમંત કે રંકને ભેદ નહિ—એ છે. પિસાવાળાઓ કે ખાનદાન ગણાતાઓએવા ઉચ્ચને ત્યાં જવું, અને સામાન્ય સ્થિતિવાળાને ત્યાં જવું નહિ, એ ભેદ ચરી લેવા જતાં મુનિ રાખે નહિ. આગમિક ભાષામાં પિસાવાળાને ઉચ્ચ' કહેવામાં આવે છે અને એક ભાષામાં પણ એક શોદના અનેક અર્થો હોય છે. નામને “ગેાત્ર શબ્દ સાથે “ઉચ્ચ શબ્દને જવામાં આવે, તે ઉચ્ચ ગોત્ર એ ય અર્થ થાય અને “પૂજવા યોગ્ય છે ગેન્ન જેનું એ અર્થે ચ થાય. આજે કેટલાકે ઉચ્ચ-નીચને વર્ણભેદમાં અર્થ ઘટાવીને, “સાધુઓ અઢારે ય વર્ણની ગોચરી લેતા હતા”—એવું પ્રચારે છે પરંતુ તેમને તે અર્થ છેટે છે, કેમ કે--શ્રી વ્યવહાર સૂત્રમાં સાધુ આશ્રી અમુક કુલને વર્જવાનું સ્પષ્ટ કથન છે.
મુનિવર શ્રી નદિષેણે જે મહાલયમાં પ્રવેશ કર્યો હતો, તે મહાલય એક વેશ્યાનું નિવાસસ્થાન હતું. અનારથી જ મુનિવર શ્રી નંદિણથી એ મહાલયમાં પ્રવેશ થઈ ગયે હતે.