________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૫૯ આવી રીતિએ, પિતાનાં કર્મોને ક્ષીણ કરી નાખવાની સાધનામાં એકતાન બની ગયેલા મુનિવર શ્રી નંદિષેણને, ક્રમે કરીને, તેમના ચારિત્રમોહ કર્મને ઉદય સતાવવા લાગે, ચારિત્રહ કર્મના ઉદયે, શ્રી નંદિષેણ મુનિવરના હૈયામાં ભેગની ઈચ્છા પ્રગટાવવા માંડી અને શ્રી નંદિષેણ મુનિવરે ભોગની ઈચ્છાને જન્માવનાર કર્મના ઉદયને નિષ્ફળ બનાવી દેવાને માટે, ભોગની ઈચ્છાને દાબી દેવાને-કચડી નાખવાને માટે, પહેલાં કરતાં પણ પ્રબલ એ તપ કરવા માંડયો. સંયમને બાધ ન પહોંચે, એવી આતાપના પણ કરવા માંડી.
આટલું આટલું કરવા છતાં પણ, મુનિવર શ્રી નંદિષેણું ભોગની અભિલાષાને પોતાના હૈયામાં ઉદ્દભવતી અટકાવી શક્યા નહિ. ચારિત્રમોહ કર્મ એમને ભેગના ખૂબ ખૂબ અભિલાષી બનાવી દઈને ભોગોને ભોગવતા બનાવી દેવાની પેરવીમાં હતું, જ્યારે શ્રી નંદિષેણ મુનિવર એ કમનું મૂળમાંથી કાસળ કાઢી ના ખવાની પેરવીમાં હતા. એવા સમયે એમના અંતરમાં વિરાગભાવ અને કર્મોદય વચ્ચે, કેવું ભયંકર યુદ્ધ ચાલતું હશે, તેની તો કલ્પના કરવાની રહે છે.
ચારિત્રહ કર્મની સાથેના યુદ્ધમાં જ્યારે શ્રી નંદિષેણું વિજય મેળવી શક્યા નહિ, ત્યારે એ મહાપુરૂષે નિર્ણય કર્યો કે
દેહને પાડી દે, પણ દેહને ભોગમાં તે પડવા જ દે નહિ!” એ નિર્ણય કરીને તેઓએ એક પર્વત ઉપર ચઢીને નીચે ઝુંપાપાત કર્યો, પરંતુ પર્વત ઉપરથી પડતા તેમને એક દેવતાએ ઝીલી લીધા અને અન્યત્ર મૂકી દીધા. પછી દેવતાએ કહ્યું કે-“મરવાને વૃથા પ્રયત્ન શું કામ કરે છે? તમે