________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
ve
એવું છે, કે જે કારણ પ્રશંસા માગી લે છે.
રાજકુમાર શ્રી નર્દિષેણે વૈરાગ્યના આવેગમાં ને આવે ગમાં દીક્ષા લઈ લીધી અને તે પછીથી તેમના વૈરાગ્યને આવેગ ઘટી ગયા, એવું પણ અન્યું નથી. ભગવાને એમને દીક્ષા આપી, તેથી તેા એમના આનંદના પાર રહ્યો નહિ. પેાતાનું ચારિત્રમેાહ ક્રમ કેવું ખળવાન છે, એ વિષે જે ચેતવણી મળી હતી,તે ચેતવણીના તેમણે ખરાખર ખ્યાલ રાખ્યા અને જ્યારથી દીક્ષા લીધી ત્યારથી જ તેમણે કર્મની સામે ઘાર સંગ્રામ આદરી દીધા. છ અને અઠ્ઠમ આદિ તપમાં તત્પર બનીને તે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની સાથે અવિશ્રાન્તપણે વિહરવા લાગ્યા. તેઓ તપના સેવનમાં જેમ તત્પર બની ગયા, તેમ જ્ઞાન- ધ્યાનમાં પણ તત્પર બની ગયા. અનિત્યાદિ ખાર ભાવનાઓને ભાવતા તેઓ, બાવીસ પરીષહેાને પણ સુંદર પ્રકારે સહન કરતા હતા. આમ શ્રીનર્દિષણ મુનિવર પેાતાનાં કર્માને ક્ષીણ કરી નાખવાને માટે કેવા પુરૂષાર્થ કરે છે, એ ભૂલવા જેવું નથી. રાજકુમાર હતા, એટલે એમનું શરીર કેટલું કામળ હશે ? એ કામળ શરીરને કઠોર બનાવ્યા વિના જ છઠ્ઠ અને અદ્ભૂમાદિ તપશ્ચર્યા ચાલુ રહી શકતી હશે ? તપશ્ચર્યા સાથે જ્ઞાનાર્જનનો પ્રયત્ન પણ સતત્ ચાલુ એટલે આળસનું તેા નામ પણ નહિ ને ? યુદ્ધે ચઢેલા વીર આરામ શેાધે ખરા ? એની આંખ સામે તે શત્રુ ઉપર વિજય મેળવવાનું દૃશ્ય રમ્યા કરે ને? તેમ આ મુનિવરનું લક્ષ્ય પણ એક જ હતું કે–તપથી, જ્ઞાન-ધ્યાનથી અને પરીષહેાના સહુનથી ક્રમ રૂપ શત્રુને ભગાડી દેવા!