________________
–
પહેલો ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૫૩ ભગવ્યા વિના છૂટકે થાય નહિ; માટે તું હમણાં જ દીક્ષાને લેવાને માટે સમુત્સુક બન નહિ!”
ભગવાને આ પ્રમાણે વારવા છતાં પણ, રાજકુમાર શ્રી નંદિષેણ માન્યા નહિ અને દીક્ષાને ગ્રહણ કરવાને માટે તૈયાર થઈ ગયા. એ વખતે આકાશમાં પણ દિવ્ય વાણી થઈ કે-“તૂ દીક્ષાને ગ્રહણ કર નહિ, કારણ કે-હજુ તારે ભેગને અવશ્ય જોગવવા જ પડે, એવું કર્મ વિદ્યમાન છે.”
ભગવાને નિષેધ કર્યો અને આકાશમાં દિવ્ય વાણી કરીને દેવતાઓએ ય નિષેધ કર્યો, તે છતાં પણ રાજકુમાર શ્રી નંદિષેણને દીક્ષાને ગ્રહણ કરવાને ઉત્સાહ એટલો બધે અદમ્ય હતું કે તેમણે દીક્ષા ગ્રહણ કરી જ.
દીક્ષા લેવાને તૈયાર થાય, ત્યારે તેને ભગવાન આમ નિષેધ કરી શકે? ભગવાન નિષેધ કરે અને એથી દીક્ષા ગ્રહણ કરવાને માટે ઉત્સાહિત બનેલે સંસારમાં રહી જાય, તે તેથી ભગવાનને પાપ લાગે? આવા પ્રશ્નો કોઈ ઉઠાવે, તે કહેવું જોઈએ કે એવા પ્રસંગે ભગવાન અવશ્ય નિષેધ કરી શકે અને ભગવાન નિષેધ કરે એથી પેલે સંસારમાં રહે, તે એટલે સમય તે સંસારમાં રહે તેનું પાપ ભગવાનને લાગે જ નહિ; કારણ કે–ભગવાન જાણે છે કેજે આ દીક્ષા લેશે, તે આનું પતન અવશ્ય થવાનું છે અનૈ પ્રતિજ્ઞાભંગનું એ પાપ પણ સામાન્ય કોટિનું નથી.
પ્રશ્નઆ તો ભગવાનની વાત છે, પણ એ જગ્યાએ અત્યારના જેવા કેઈ છવસ્થ હોય, તે તે શું કરે?
છદ્મસ્થને કાંઈ એવું જ્ઞાન તે નથી જ કે-સામાનું