________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
તમારા બધાની ઈચ્છા હોય તે એમ કરવામાં પણ વાંધો નથી. સમય જશે એટલું જ. શ્રી નંદિષેણ મૂળ તે રાજકુમાર હતા. શ્રી શ્રેણિક રાજાના એ પુત્ર હતા.
શ્રી શ્રેણિક કોણ હતા ? શ્રી શ્રેણિક, વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પરમ ભક્તમાંના એક હતા અને ક્ષાયિક સમ્યક્ત્વના સ્વામી હતા. જેમ શ્રી કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હેવા છતાં પણ ઘોર અવિરતિના ઉદયવાળા હતા, તેમ શ્રી શ્રેણિક મહારાજા પણ સાયિક સમ્યગ્દષ્ટિ હોવા છતાં પણ ઘેર અવિરતિના ઉદયવાળા હતા. એ બન્નેને પિતાપિતાના ચારિત્રહ કર્મને એ જબરે ઉદય હતો કે-કેમે કરી એ આત્માઓ વિરતિને પામી શકે જ નહિ, પરંતુ એમનું મિથ્યાત્વમેહ કર્મ ક્ષીણ થઈ ગયેલું, એટલે જે એમના અન્તઃકરણને તપાસી શકાય, તે એમ જ લાગે કે-આ પુણ્યાત્માઓને રત્નત્રયી સિવાયનું કાંઈ જ પણ ઉપાદેય લાગતું નથી.
એક વાર ભગવાન શ્રી મહાવીર પરમાત્મા રાજગૃહ નગરીના ઉદ્યાનમાં સમેસર્યા. ભગવાનને રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમેસરેલા જાણીને, રાજકુમાર શ્રી નંદિષેણ ભગવાનની પાસે ગયા.
ભગવાન રાજગૃહી નગરીના ઉદ્યાનમાં સમોસર્યો તે પહેલાં, તાજેતરમાં જ, એ પ્રસંગ બનેલ કેન્સેચનક નામનો નામને હાથી, કે જે કોઈને પણ વશ થતે નહેતે શ્રી શ્રેણિક) મહારાજાએ પોતાની સેના સાથે વનમાં જઈને એ સેચનક હાથીને બલથી તથા છલથી વશ કરવાનો પ્રયત્ન કરેલ,
A