________________
૪૫ર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ જે હાથી તેમને વશ થયેલ નહિ; તે હાથી રાજકુમાર શ્રી નંદિષેણને જેને-રાજકુમારશ્રીનંદિષેણને જોતાની સાથે જ, વશ થઈ ગયેલ; સ્નેહભીનો બનીને વશ થઈ ગયેલો, આથી રાજકુમાર શ્રી નંદિષેણને લાગેલું કે–આમ થવામાં જરૂર કેઈ ગૂઢ કારણ તેવું જોઈએ.”
એટલે, જ્યારે તે ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે ગયા, ત્યારે ભગવાને આપેલા ધર્મોપદેશને સાંભળ્યા પછીથી, પિતાને આશ્ચર્યભૂત લાગેલા હાથીના પ્રસંગ વિષે, રાજકુમાર શ્રી નંદિષેણે ભગવાનને પૂછ્યું. એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી નંદિષેણને, તે હાથીની સાથેનો તેને પૂર્વભવના સંબંધ કહી સંભળાવ્યો. તે સાથે ભગવાને એમ પણ કહ્યું કે-“પૂર્વે તે સાધુઓને દાન દેવા દ્વારા જે વિપુલ પુણ્યને ઉપાર્જેલું, તેના ગે જ તું અહીં રાજપુત્ર તરીકે જન્મે છે.” - આ વાત પૂરી થઈ, ત્યાં તે શ્રી શ્રેણિક વિગેરે પણ પ્રભુની પાસે આવી પહોંચ્યા. તેઓએ પણ ભગવાનના શ્રીમુખેથી ધર્મદેશનાને સાંભળી.
ભગવાનના શ્રીમુખેથી અપાતી ધર્મદેશનાનું શ્રવણ કરવાના ગે, રાજપુત્ર શ્રી નંદિષેણ પ્રતિબોધ પામ્યા અને પ્રતિબંધ પામેલા તેમણે, તરત જ, ભગવાનની પાસે પિતાને સંયમી બનાવવાની માગણી કરી.
રાજકુમાર શ્રી નંદિષેણે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પાસે સંયમની માગણી કરતાં, ભગવાને ફરમાવ્યું કે-વત્સ! તારું ચારિત્રમેહ કર્મ હજુ બહુ બળવાન છે, તારે હજુ એવું ભેગફલ કર્મ છે, કે જેને અંગે તારે ભેગ