________________
૪૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને. ઉપયોગ કરાય છે, તેમ પુરસ્કાર મેળવવાને માટે પણ નમરફારને ઉપયોગ કરનારા હોય છે. એથી આગળ વધીને કહીએ તે, છેતરપીંડી કરવાને માટે પણ નમસ્કારને ઉપચિગ કરનારા હોય છે. કહેવાય છે કે
“નખર નમન એર હૈ, ન તો તુ તુષાર;
दगलबाज दूना नमे, चीत्ता घोर .मान.'' - ચતુર અને સજન માણસે નમન કરવા ગ્ય સ્થલે નમન કર્યા વિના રહી શકતા જ નથી; પણ એ નમનમાં અને દગલબાજ માણસના મનમાં ફેર હોય છે. જેમ ચીત્તાને ચેટ લગાવવી હોય, ત્યારે તે પહેલાં તે પિતાના શરીરને એવું વાળી દે છે કે-એ બહુ ભારે નમન કરતું હોય એવું લાગે, ચાર પણ ઘરની Íતમાં બાકોરું પાડીને ઘરમાં પેસવાને માટે નમીને જ કામ સાધે છે અને કમાનમાંથી બાણ છોડવાને માટે પહેલાં કમાનને વાળવી જ પડે છે; આવી જ રીતિએ, દગલબાજ માણસો બેવડું નમન કરે છે. સામાને શીશામાં ઉતારવાને માટે, એને અંધારામાં રાખીને એનું પડાવી લેવાને માટે, એને સર્વનાશ કરી નાખવાને માટે, સ્વાર્થપરાયણ માયાવી માણસે એને નમન પણ કરે માટે નમન કેવા પ્રકારનું છે, તેની પાછળ નમન કરનારને ભાવ કે છે, એ જોવું જોઈએ ! નમન કરનારના ભાવને નહિ પિછાની શકનારાએ અને નમન માત્રથી મુંઝાઈ જનારાઓને ફસાઈ જતાં વાર લાગતી નથી. “નમે તે સૌને ગો–એમ દુનિયામાં કહેવાય છે અને એ કહેતી સૂચવે છે કે દુનિયાના જીવને પિતાને કેઈ નમે, એ બહુ જ ગમે છે. માન નામના.