________________
૩૮૦
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ સ્વામિની થવું છે કે દાસી થવું છે?—એમ પૂછે છે અને જ્યારે જ્યારે રાજપુત્રીઓ “સ્વામિની થવું છે–એમ કહે છે, ત્યારે ત્યારે મહારાજા તે બધીને ભગવાન શ્રી નેમિનાથસ્વામિજીના શરણે જ જવાનું કહે છે. આથી એક રાણીએ પોતાની દીકરીને બરાબર શખવીને મેકલી. તેને કહ્યું કે-મહારાજા તને એમ પૂછશે કે–તારે સ્વામિની થવું છે કે દાસી ?” તને એવું પૂછે, ત્યારે તારે કહેવું કે-“મારે દાસી થવું છે!' એ રાજપુત્રી શ્રી કૃષ્ણ મહારાજાની પાસે આવી. પિતાની ભાવનાને અનુસરીને શ્રી કૃષ્ણ મહારાજાએ તો તેણીને પણ એ જ પૂછ્યું કે-“તારે સ્વામિની થવું છે કે દાસી?” તરત જ પેલી રાજપુત્રીએ જવાબ દીધો કે-દાસી.” શ્રી કૃષ્ણ મહારાજા પિતાની પુત્રીના આવા જવાઅને સાંભળીને, ક્ષણ વાર ચોંકી ગયા. પછી સમજી ગયા કેઆના હૈયામાં ઝેર રેડી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી આ ઝેર નહિ નીકળે, ત્યાં સુધી આને ઉદ્ધાર થશે નહિ!” આથી શ્રી કૃષ્ણ મહારાજાએ તેણીને કહ્યું કે-“તારે દાસી બનવું છે, તો તે માટેની ગોઠવણ કરીશ.” આમ કહીને તેણીને વિક્રમ કરી. એ રાજપુત્રી ખૂશ થતી થતી પોતાની માતા પાસે ગઈ તેને બધી વાત કહી અને આ વાતને સાંભળીને એ રાણી પણ ખૂશ થઈ. પરંતુ બન્યું એથી ઊલટું જ, બેયની ખૂશી ભાગી જાય એવું. શ્રી કૃષ્ણ મહારાજાએ વીરા સાળવીને શોધી કાઢયો અને તેની સાથે પેલી રાજપુત્રીનાં લગ્ન કર્યા. એ સાળવી, પિતાની પત્ની બનેલી એવી પણ રાજપુત્રી પાસેથી કાંઈ કામ લેતે નહિ અને એની જ અનુકૂળતાને જાળવવાનો પ્રયત્ન કરતે. શ્રી કૃષ્ણ મહારાજાને એ વાતની ખબર પડી