________________
--
-
---
-------
-
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ નહતા કરી શકતા માટે? એમને અવિરતિનો એ ઘેર ઉદય હતો, માટે જ એ વિરતિને એક અંશે પણ આચરી શકતા નહોતા ! આવા અવિરતિના ઉદયવાળા પણ જે સાચા જૈન હોય, તો એમની ભાવના કેવી હોય, એ સમજવાને માટે શ્રી કૃષ્ણ મહારાજાનો આ પ્રસંગ ખૂબ ખૂબ યાદ રાખવા જેવું છે; વારંવાર વિચારવા જેવું છે, એમની ભાવનાનું વારંવાર મનન કરવા જેવું છે. આવી જ રીતિએ, અવિરતિના ઉદયથી બાપને ગૃહસંસાર ચલાવે પડતે હોય, બાપ ત્યાગી ન બની શક્તિ હોય, સંયમને ન સેવી શકતો હોય, પરંતુ એ જે સાચે જૈન હોય, તે એના હૈયામાં પિતાનાં સંતાનોને કયે માર્ગે વાળવાની ભાવના હોય? “મારાં સંતાન સંયમને પામે તે સારૂં”—એવી ભાવના તે જૈન માઆપના હૈયામાં હેય ને? પછી સંતાનોમાં તેવી ચોગ્યતા ન હોય, સંતાનોને પણ તેવા પ્રકારના કર્મોદય વર્તતે હોય અને એથી તેઓ સંયમી ન બને, તે જેના માતા-પિતા એ સંતાન રખડેલ બની જાય નહિ, સદાચારભ્રષ્ટ બની જાય નહિ, એ માટે એમનાં લગ્નાદિ પણ કરે. માતા-પિતા તે કહેવાય, કે જેમના હૈયામાં સંતાનના ભલાની જ ભાવના હોય અને એથી જે માતા-પિતા જૈન હોય, સાચા વિવેકને પામેલાં હોય, તેમને એમ તે જરૂર થાય કે-“અમારાં સંતાનો સંયમને પામે તે સારું !”
આપણે જે ઉદાહરણ જેવું છે, તેમાં એ શેઠની ભાવના એ હતી કે–“મારા દીકરાઓ સારામાં સારું કામ કરે અને મારા દીકરાઓમાંથી જે કઈ સારામાં સારું કામ કરનારે નિવડે, તેને જ મારે મારી સંપત્તિનો મેટો ભાગ આપ.”