________________
પહેલે ભાગ–શ્રી જિનાસ્તુતિ
૩૮૯ આ તે એ પુત્રીએ ‘દાસી થવાની ઈચ્છા છે–એ જવાબ દીધે, એટલે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા પામી. શ્રી કૃષ્ણ મહારાજની યુક્તિની સામે જે રાણીએ યુક્તિ અજમાવવાની રીતિ અખત્યાર કરી ન હેત, મહારાજાની ભાવનાને નિષ્કલ અનાવવાને માટે રાણીએ જે પોતાની દીકરીને “દાસી બનવું છે -એમ કહેવાનું ન શીખવ્યું હતું અને જે સંચમની અશક્તિ જ દેખાડાવી હેત, તે કદી પણ આવું પરિણામ આવત નહિ. ધર્મને પમાડવાના માર્ગો, સંગો અને સ્થિતિની વિચારણાની અપેક્ષા રાખે છે. રાજાને ધર્મ પમાડે હોય તે પ્રજાથી કેમ વર્તાય અને પ્રજાને ધર્મ પમાડે હોય ત્યારે રાજા કેમ વર્તે, એવી જ રીતિએ, પતિને ધર્મ પમાડે હોય ત્યારે પત્ની કેમ વર્ત અને પત્નીને ધર્મ પમાડે હોય ત્યારે પતિ કેમ વર્તે, તેમજ સંતાનને ધર્મ પમાડે હોય ત્યારે પિતા કેમ વર્તે અને પિતાને ધમ પમાડ હોય ત્યારે સંતાન કેમ વર્ત; એમાં પરસ્પર જે રીતિ અખત્યાર કરવાની છે, તેમાં ઘણે ભેદ હોય છે. પિતાના અને સામાના સ્થાનને, પરસ્પરની મર્યાદાને જોયા વિના ચાલે નહિ. રાજા, પતિ કે પિતા પ્રજા, પત્ની કે સંતાન પ્રત્યે જેમ વર્તે, તેમ કાંઈ પ્રજા, પત્ની કે સંતાનથી રાજા, પતિ કે પિતા પ્રત્યે વર્તાય નહિ. શ્રી કૃષ્ણ તે મહારાજા પણ છે અને પિતા પણ છે, એટલે એ પોતાના સંતાનને ધર્મ પમાડવાને માટે આમ વર્તે તે શેલે, પરંતુ એમની ભાવનાને નિષ્ફલ બનાવવાને માટે રાણીએ જે ઉપાય , તે ઉપાય જ, એ પ્રમાણે રાજાને સામને કરે, એ રાણીને શોભે નહિ. આપણી વાત એ હતી કે