________________
૩૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આવી ભાવના હતી, એટલે એ શેઠે પિતાના દીકરાઓની પરીક્ષા કરવાનો વિચાર કર્યો. એ માટે એ શેઠે પિતાના ત્રણે ય દીકરાઓને, એ ત્રણેયને નિર્વાહ સારી રીતિએ થાય એટલું ધન આપીને, દરેકને જુદા કર્યા. પિતાની સાથે કે ઈદીકરે નહિ અને ભાઈ-ભાઈ પણ સાથે નહિ.
આ પ્રમાણે કર્યા પછીથી, પિતાની પાસે જે મોટી સંપત્તિ બાકી રહી, તેમાંથી પિતાના નિર્વાહજોગું દ્રવ્ય રાખી લઈને, એ શેઠે પિતાના બાકીના દ્રવ્યનું એક મહા કિમતી લાલ (ત્ન) ખરીદી લીધું. લાલ એટલા માટે ખરીદી લીધું કે-જ્યારે મન થાય ત્યારે ઝટ આપી શકાય અને કોને ક્યારે આપ્યું, તે કઈ જાણું પણ શકે નહિ.
પિતાજીએ રત્ન ખરીદી લીધું છે, એ વાતની છેકરાઓને ખબર હતી. પિતાજીએ મહા મૂલ્યવાન એક જ રત્ન ખરીદી લીધું, એટલે છોકરાઓને વિચાર તો થાય ને કે–પિતાજી એ પત્નનું શું કરવાને ઈચ્છે છે? જે ત્રણેય ભાઈઓને સરખે ભાગે આપવાનું હોત, તે પિતાજી એક નહિ પણ ત્રણ રત્નો ખરીદ કરતા પણ ખરીદ કર્યું છે એક રત્ન, એટલે એ રત્ન ત્રણમાંથી કઈ એકને આપી દેવાનું છે કે પિતાજી એ રત્નને કઈ બીજે જ ઉપયોગ કરી દેવાને ઈચ્છે છે ?”
એક વાર એ શેઠની પાસે એ શેઠના ત્રણેય દીકરાઓ બેઠા હતા અને જુદી જુદી વાત કરતા હતા. એમાં વાતે વાતે મેટા છોકરાએ શેઠને પૂછ્યું કે-“પિતાજી! આપે જે એક રત્ન ખરીદ્યું છે, તે કેને આપવાનું છે?” - શેઠ સમજી ગયા. શેઠે તરત જ કહ્યું કે-“મારે વિચાર