________________
૪૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન હિસાબ કરતાં કરતાં લગભગ પચીસ હજાર રૂપીઆ જેવી મિટી રકમ એની દુકાને ભૂલી ગયો અને એ પોતાનું કામ પતાવીને પિતાને ગામ ચાલ્યા ગયે. શેઠના બીજા દીરાના હાથમાં એ રકમ આવી, એટલે તેણે એ રકમને પિતાની તીજોરીમાં જુદી મૂકાવી રાખી.
દિવસો ઉપર દિવસો ગયા, પણ કોઈની ફરીઆદ આવી નહિ. જે આડતી આ રકમને ભૂલી ગયો હતો, તે આડતીયાને પોતાને ઘેર પહોંચ્યા બાદ હિસાબ મેળવતાં એ રકમ પટેલી જણાઈ, પણ પિતે એ રકમ ક્યાં ભૂલી ગયા છે, તેની તેને કલ્પના આવી નહિ. તેણે તે, કશું સૂઝયું નહિ એટલે ધાર્યું કે- રકમ ક્યાંક પડી ગઈ
થોડાક દિવસે ગયા બાદ, શેઠનો બીજો દીકરો વિચાર કરે છે કે-“પેઢીમાંથી હાથ આવેલી પારકી રકમનું કરવું શું? હજમ કરી જવી કે જેની છે તેને પહોંચાડી દેવી? પણ આમ અનાયાસે અને કોઈ જાણે નહિ એવી રીતિએ હાથ આવી ગયેલી આવી મોટી રકમને પાછી આપી દેવાની મૂર્ખાઈ કોણ કરે ? એ આવા વિચાર કરતું હતું, ત્યાં એને ખ્યાલ આ કે-“પ્રમાણિક તરીકે પંકાવાને અને સાથે સાથે પિતાજીના મનને પ્રસન્ન કરી દેવાનો પણ આ બહુ જ સારે ઉપાય છે. ૨૫ હજાર જશે પણ લાખની કિંમતનું લાલ મારા હાથમાં આવશે અને બજારમાં મોટી નામના થઈ જશે છે વધારામાં! બહુ જ સરસ યુક્તિ છે, એક પંથ દો કાજ!
તરત જ એ ઉઠશે. ગયે મુનીમ પાસે. કહ્યું કે- “અમુક આડતીયાને હમણાં જ ચીઠ્ઠી મોકલાવે કે તમે તમારી ૨૫