________________
*
૪૩૫
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
આમ સત્યકીને અન્ત તે આવી ગયો, પરંતુ સત્યકીને એક વ્યન્તર દેવતા સાથે મિત્રાચારી હતી. એ વ્યન્તર દેવતાને જ્યારે ખબર પડી કે મારા મિત્ર સત્યકીને આવી રીતિએ કપટજાળ બીછાવીને સંહાર કરી નાખવામાં આવ્યા છે, ત્યારે એ ખૂબ કોપાયમાન થયો. એણે એ નગરના રાજાને અને સઘળા પ્રજાજનેને એવા ઉપદ્રવિત કરવા માંડયા કે બધા ત્રાસી ગયા. આ ત્રાસમાંથી બચવાને માટે, સર્વે લેકેએ એ દેવને જ એના કેપના નિવારણને ઉપાય પૂછયો. દેવે પણ વિચાર કર્યો કે-“મારા મિત્રને સંગ કરતી વેળાએ સજાએ મરાવી નાખ્યો છે, માટે સૌની પાસે એના લિંગની જ પૂજા કરાવવી.” વ્યન્તર દેવે લેકેને સત્યકી રૂપ મહાદેવની લિંગપૂજા કરવાનું કહ્યું અને કેએ પણું ઉપદ્રવથી બચવાને માટે મહાદેવના લિંગની પૂજા કરવાનું શરૂ કરી દીધું. પછી મહાદેવ અને ઉમા એટલે પાર્વતીની સંયુક્ત મૂર્તિ બનાવીને પણ લેકે એ મૂર્તિને પૂજવા લાગ્યા. હવે વિચાર કરો કે-મહાદેવે કામને બન્યાની વાતને મેળ જ ક્યાં મળે છે કે
સ્તુતિમાં વપરાએલાં વિશેષણને આશય • ટીકાકાર આચાર્યભગવાને, ભગવાન શ્રી જિનેશ્વરદેવેની
સ્તવના કરતાં જે “અસ્મર” એવું વિશેષણ વાપર્યું છે, તે વિશેષણ એવું નથી, કે જે વિશેષણને ભગવાન શ્રી જિનેશ્વરદે સિવાય અન્ય કોઈની ય સાથે જ શકાય જ નહિ. ઈશ્વર, અચ્ય અને સાર્વીય-એ વિગેરે વિશેષણે એવાં છે કે-એ વિશેષણોને માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સાથે જ