________________
પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ
૪૩૭ પણ વ્યાપ્ત થતાં હોય અને શ્રી અરિહંત રૂપ જિનેમાં પણું વ્યાપ્ત થતાં હોય! વળી અત્રે ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ મંગલને માટે કરવામાં આવી છે. ગ્રન્થના આરંભ આદિમાં મંગલનું આચરણ કરવું જોઈએ અને ઈષ્ટ દેવની સ્તુતિ એ સર્વ મંગલેમાં શ્રેષ્ઠ મંગલ છે, એવું તે મિથ્યાષ્ટિ શાસ્ત્રકારે પણ માને છે. જેટલાં આસ્તિક દર્શને કહેવાય છે, તે દર્શનેના ધર્મગ્રન્થને તમે જુઓ, તે તેમાં પણું આરંભમાં પિતાના માનેલા ઈષ્ટ દેવાદિની સ્તુતિ, તેમને નમસ્કાર આદિ કરાયેલ જ છે, એમ તમને જણાઈ આવશે. આથી એ દેવે અને અમે જે દેને માનીએ છીએ તે દેવે વચ્ચે કે ફરક છે, એ વાત પણ સ્પષ્ટ થઈ જાય, એ આશયથી પણ ટીકાકાર આચાર્યભગવાન પિતાના ઈષ્ટ દેવની
સ્તુતિમાં “સર્વજ્ઞ આદિ વિશેષણ વાપરે તે સ્થાને જ ગણાય. અહીં કાંઈ કેવલી જિન અને અરિહંત જિન વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરવાનો આશય નથી, પરંતુ એ આશય તે જરૂર છે કે ભગવાન શ્રી જિનેશ્વરદેવના ગુણોનું વર્ણન પણ થાય અને તે સાથે આ સ્તુતિ અથવા તે આ નમસ્કાર બીજા કઈ જ નામના, દુનિયામાં ગણાતા દેવેને અંગે નથી જ, એ વાત પણ સ્પષ્ટ થઈ જાય. બે ય હેતુ સરે. ભગવાન શ્રી જિનેશ્વરદે માં જે જે ગુણો છે, તે તે ગુણે દ્વારા જ એ તારકેની સ્તુતિ થાય અને જેમનામાં આવા ગુણ નથી, તેવા દુનિયામાં દેવ તરીકે પૂજાય છે, પણ તેવા દેને દેવ તરીકે માનવાને અમે તૈયાર નથી, વસ્તુતઃ તેવા દેવ તરીકે માનવાને યોગ્ય જ નથી, એવું પણ ફલિત થાય.