________________
૪૩૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તે જ ઝાટકે ઉમાને પણ કાપી નાખે, તે શું થાય? ' રાજાએ ઉમાને ખાત્રી કરાવવાને માટે એક કુશળ પુરૂષને બોલાવ્યો. પાંદડાંની એક મોટી થપ્પી ગોઠવીને, એ પુરૂષને ઉમાની હાજરીમાં રાજાએ હુકમ કર્યો કે- આ પાંદહાંની થપીમાંથી સે પાંદડાંને કાપી નાખ અને બાકીનાને રહેવા દે.” એ પુરૂષે પિતાની તલવાર એ પાંદડાંની થપ્પી ઉપર ચલાવી અને પછી ગણું જોયું કે એણે કરેલા તલવારના વાથી માત્ર સો પાંદડાં જ કપાયાં હતાં અને એ થપ્પીમાંનાં બાકીનાં પાંદડાં અખંડ રહ્યાં હતાં. આ પ્રત્યક્ષ દાખલો બતાવીને, રાજાએ ઉમાને કહ્યું કે તું કહે ત્યારે આ પુરુષને હું તારે ત્યાં મોકલું. આ પુરૂષને તું તારા શયનગૃહમાં છૂપાવી રાખજે અને જે વખતે સત્યકી બરાબર તારી સાથે ભેગ ભેગવવામાં લીન બનશે, તે વખતે આ પુરૂષ પિતાની તલવારના ઘાથી એને કાપી નાખશે અને તારા શરીરને વેશ માત્ર ઈજા થવા દેશે નહિ?
પિતાને ખાત્રી થઈ ગયેલી હોવાથી, રાજાને એ રીતિએ પ્રસન્ન કરવાની વાત ઉમાએ કબૂલ કરી.
પિતાની કબૂલાત મુજબ, એ પુરૂષને ઉમાએ પિતાના શયનખંડમાં એવી રીતિએ સંતાડી દીધો કે સત્યકીને આ ગોઠવણીની ગંધ સરખી પણ આવે નહિ, વળી સત્યકીને ઉમા ઉપર એટલો બધો વિશ્વાસ બેસી ગયું હતું કે-ઉમાના ખંડમાં એ નિર્ભયપણે સુઈ જતો. આથી રાજાએ જે તક ધારી હતી તે આવી ગઈ, પણ પેલા પુરૂષે તે પિતાની તલવારના ઝાટકાથી સત્યકીની સાથે ઉમાનું પણ ખૂન કરી નાખ્યું!