________________
પહેલો ભાગ-શ્રી જિનસ્તુતિ
૪૩૩ જે તમે મરી ગયા, તે હુંહતી-નહિહતી જ થઈ જવાની'
સત્યકી કહે છે કે-“તું એની ચિન્તા કરીશ નહિ. કેઈનામાં ય મને મારી નાખવાનું સામર્થ્ય નથી. જ્યાં સુધી મારી વિદ્યાઓ મારી પાસે છે, ત્યાં સુધી તે કઈ મારે વાળ પણ વાંકે કરી શકે તેમ નથી.”
- ઉમા કહે છે કે–“તે નાથ! તમે તમારી વિદ્યાઓને કદી પણ ક્યાં ય વિસારશો નહિ, એટલી જ આ દાસીની વિનંતિ છે, પણ આપ ઉંઘતા હે ત્યારે ય આપની વિદ્યાઓ આપની પાસે હોય છે?'
સત્યકી કહે છે કે-“હા, એમ જ છે. માત્ર એક જ એ પ્રસંગ છે, કે જે વખતે હું મારી વિદ્યાઓને વેગળી મૂકું છું. જ્યારે જ્યારે હું સંગ કરું છું, તે વખતે જ હું મારી સઘળી વિદ્યાઓને કેરે મૂકું છું. એ વખતે જે કેઈ મારા ઉપર પ્રહાર કરે, તે હું મરી જાઉં; પણ આ વાતની કેઈને ય ખબર નથી અને હું સાવધ રહું છું, એટલે ચિન્તા કરવા જેવું કાંઈ છે જ નહિ.”
ઉમા વેશ્યાએ આવા કેઈ પ્રકારે સત્યકીની પાસેથી સત્યકીના મરણને ઉપાય જાણી લીધો અને પછી તે ઉપાય તેણીએ રાજાને કહ્યો. રાજા બહુ ખૂશી થયે, પણ એ ઉપાય કરવામાં તે ઉમાના જાનનું જોખમ હતું.
ઉમાએ તે મોટા ઈનામની લાલચે આ બધું કર્યું હતું, એટલે એ પિતાની સાથે જ્યારે સત્યકી ભેગ ભેગવતો હોય, તે વખતે જ તેને મારી નાખવાની વાતમાં શાની સમ્મત થાય? તલવારના જે ઝાટકે સત્યકી કપાય,