________________
પહેલે ભાગ-શી જિનપરસ્તુતિ વીને, તે બાટલામાં તેને સાત દિવસની દવા ભરી આપી. રેજના ત્રણ ભાગ લેવાના, એટલે સાત દિવસના એકવીસ ભાગના આંક પણ કાગળની કાતરેલી પટી ચેઢીને પાડી આપ્યા. કહ્યું ય ખરૂં કે–આ સાત દિવસની દવા છે અને જ ત્રણ વાર નિશાની મુજબને એક એક ભાગ દવા લેવાની છે. ગામડીયા રેજ દવા લેવાને માટે ગામડેથી આવી શકે નહિ, એ માટે ડૉકટરે આ પ્રમાણે કર્યું. ગામડીયે દવાને બાટલા લઈને ઘેર ગયા. ઘેર જઈને એ દવા પીવા બેઠે, ગમાર છે, એટલે એ દવાના બાટલાને જોઈને વિચાર કરે છે કે--આમાં બહુ બહુ તે એક કળશયા જેટલું દવાનું પાણી છે. આટલું પાણી પીવાને માટે સાત દહાડા શું કરવા છે? હું તે આટલું પાણી એક તડાકે પીઈ જાઉં ! જ પીવાની માથાકુટે ય નહિ અને રેગ પણ ઝટ જાયઆ વિચાર કરીને, એ ગામકી તે દવાને આખે ય બાટલે તરત જ પઈ ગયે. એક તે દવા તેજ હતી અને તેમાં એકવીસ ટંકની દવા એક વખતે જ પીઈ જવાય, તે પરિણામ કેવું આવે? થોડી વાર થઈ ત્યાં તે એ ગમારને એકદમ દર્દ ઉપડયું. ન ખેંચાવા માંડી. મગજ ભમવા માંડ્યું. ઘરમાં તે લે–મેલ થઈ પડી. લેકે થઈ ગયા ભેગા. કોઈને ય ખબર નથી કે- આણે શું કર્યું છે? “સવારે દવા લેવા ગયેલે અને આવીને દવા પીતાની સાથે જ આવું થયું”—એમ બધા બોલે છે, પણ કોઈ તપાસ કરતું નથી. ગામડીયાને દર્દ વધવા જ માંડયું, એટલે બે. જણ શહેરમાં પેલા ડૉકટરની પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમારી દવાએ તે દાટ વાળ્યો. એ તો મરવા પડયો