________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૨૫ દેવેની “અમર’ એવા વિશેષણ દ્વારા સ્તવના કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવેની પ્રયત્નપૂર્વક સ્તવના કરવા રૂપ મંગલકાર્યના કિરણમાં પ્રવર્તેલા એ ટીકાકાર આચાર્યભગવાને, સૌથી પહેલાં તે “સર્વજ્ઞ” એવું વિશેષણ વાપર્યું. સર્વજ્ઞ વિશેષણ દ્વારા એ મહાપુરૂષે એમ સૂચિત કર્યું કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવે સઘળાં ય જીવ દ્રવ્યના અને સઘળાં ય અછવદ્રના , ત્રણે ય કાલના–વર્તમાન કાલના, અનંતા ભૂતકાલના અને અનન્તા ભવિષ્યકાલના, સઘળા ય દ્રવ્ય-પર્યાના જ્ઞાતા હોય છે. પછી ટીકાકાર આચાર્યભગવાન કહે છે કે ભગવાન શ્રી જિનેશ્વરદે માત્ર “સર્વજ્ઞ જ હતા નથી, પરંતુ “ઈશ્વર' પણ હોય છે. એ તારકેનું બાહ્ય ઐશ્વર્ય પણ એવું અદ્ભુત હેય છે કે-ક્યાં ય કદી પણ એને જેટે મળી શકે નહિ. પછી ટીકાકાર આચાર્યભગવાન ફરમાવે છે કે-સર્વજ્ઞ અને ઈશ્વર એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવે અનત હેય છે. એ તારકે પુનઃ અવતારને પામનારા અગર તે અવતાર લેનારા હતા જ નથી. એ તારકે અનન્ત ગુણોના સ્વામી હોય છે. વળી અનન્તા કાળમાં એ તારકની સંખ્યા પણ અનન્ત જ હોય છે. આગળ વધીને, ટીકાકાર આચાર્યભગવાન ફરમાવે છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવ જેમ સર્વજ્ઞ હોય છે, ઈશ્વર હેય છે અને અનન્ત હોય છે, તેમ “અસંગ પણ હોય છે. રાગાદિકના સંગથી એ ભગવન્ત રહિત હોય છે. જ્યાં સુધી
ગાદિનો સંગ હોય, ત્યાં સુધી અનન્તગુણી બનાય નહિ. આગળ ચાલતાં ટીકાકાર આચાર્યભગવાન કહે છે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવે અચ્ય પણ હોય છે. પિતે કેઈના ય આલંબન