________________
૪૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઓછા-વધુ પ્રમાણમાં થાય—એ બને અથવા તે તત્કાલ આ નિર્ણયનો અમલ ન પણ થઈ શકે, પરંતુ તમારા હૈયામાં આ વાત એવી જડાઈ જવી જોઈએ કે-રત્નત્રયીની આરાધનાનું કે રત્નત્રયીને પમાડનારું જે કાર્ય, એ સિવાયનાં એકે એક કાર્યો કરતાં તમને એમ થયા જ કરે કે-“આ કાર્યો મારે કરવા લાયક નથી. મારે સેવવા લાયક તે એક રત્નત્રયી જ છે. જે રત્નત્રયીને સેવે, તે પિતે દુઃખથી છૂટે અને અનન્ત સુખનો ભક્તા બને તેમજ એને દ્વારા અથવા તે એના યેગે જગતના જીની જે હિંસા થતી હતી, તે અટકી જાય; એટલે જગતના જીવે ઉપર પણ ઉપકાર થાય. આથી, આવા રત્નત્રયીની આરાધનાના માર્ગને ઉપદેશનારા ભગવાન શ્રી જિનેશ્વરદેને, ટીકાકાર આચાર્યભગવાને “સાર્વીય” એટલે
સર્વ જીવોના હિતને કરનારા” તરીકે જે સ્તવ્યા છે, તે યથાર્થ જ છે એમ સાબીત થાય છે.
૧૦ ભગવાનની અમર તરીકે સ્તવના,
સાર્વીય એવા વિશેષણથી ભગવાન શ્રી જિનેશ્વર ની સ્તવના કર્યા બાદ, વર્તમાન શાસનના નાયક ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પાંચમા ગણધરભગવાન શ્રીમત સુધર્માસ્વામિજીએ રચેલાં બાર અંગસૂત્રો પૈકીના પાંચમા અંગસૂત્ર એવા આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉઘુક્ત બનેલા, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, ભગવાન શ્રી જિનેશ્વર