________________
૪૨૮,
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કરતા જાય છે અને એ દરમ્યાન નવમા ગુણસ્થાનકે એ તારક વેદના કારણ રૂપ કર્મ પ્રકૃતિને પણ મૂળમાંથી ઘાત કરી નાખે છે. આ રીતિએ નિર્વેદીપણાને પામ્યા બાદ જ, ક્રમસર એ મહાભાગે બારમા ગુણસ્થાનકે વીતરાગપણને પામીને કેવલજ્ઞાન પામી તેરમાં ગુણસ્થાનકે આવી પહોંચે છે.
મહાદેવે કામને બાળે કે કામે મહાદેવને બાળ્યા?
પ્રશ્ન મહાદેવે પણ કામને બાળી મૂક્યો હતો ને?
પહેલાં તે એ સમજે કે-કામ એ શું છે? વેદેદયના વેગે ઉત્પન્ન થતી કામના વિશેષ, એ કામ છે. વેદયના યેગે પુરૂષ સ્ત્રીને ભેગ માટે ઈરછે, સ્ત્રી પુરૂષને ભેગ માટે ઈછે અને નપુંસક સ્ત્રી-પુરૂષ ઉભયને ભેગ માટે ઈચછે, એને કહેવાય છેકામાભિલાષા અને એ અભિલાષાને સફલ બનાવવાને માટે થતો ભેગ, એ કહેવાય છે કામસેવન. કામ એટલે મુખ્યત્વે સ્પર્શનેન્દ્રિય સંબંધી સુખને ભેગવટે. સ્પર્શનેન્દ્રિય સંબંધી સુખના ભેગવટાને માટે રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયને ઉપયોગ પણ થાય છે. અન્ય ઈન્દ્રિયો સ્પર્શનેન્દ્રિય સુખની અભિલાષામાં નિમિત્ત બને છે. આથી વિષયસુખ એ કામસુખ છે એમ પણ કહેવાય. હવે વિચાર કરે કે-આ કઈ એવી વસ્તુ છે, કે જેને બાળી મૂકી શકાય? નહિ જ.
આમ છતાં પણ, પુરાણમાં કહેવાય છે તેમ જે કામ નામની વ્યક્તિનું અસ્તિત્વ હતું–આ વાતને તેમજ એ કામનામની વ્યક્તિને મહાદેવે બાળી મૂકી હતી એ વાતને પણ માની