________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૪૧૧
નથી. દેરાસરમાં પેસતાં જ કેટલાકો ખેલે છે કે નિસીહી, નિસીહી, ત્રણ વાર નિસીહી.' પણ એમ કદાચિત્ ત્રણ વાર ખેલાતી નિસીહી પણ એક જ ગણાય છે. ત્રણેય નિસીહી સાથે નથી હોતી. દરેક નિસીહી મેલવા પાછળ વિશિષ્ટ આશ્ચય રહેલા છે. શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલી વાર ‘નિસીહી’ એમ એલવાનું છે અને એ પહેલી નિસીડી ખેલવા દ્વારા, શ્રી જિનમ`દિરમાં પ્રવેશ કરનારાં સ્રી-પુરૂષો સ’સાર સબંધી માનસિક, વાચિક અને કાયિક એ ત્રણેય પ્રકારની પ્રવૃત્તિના ત્યાગ કરે છે. ખરી રીતિએ તે। શ્રી જિનમન્દિરે જવાને માટે ઘેરથી પગ ઉપાડયો, ત્યારથી જ હૈયામાંથી સ'સારના ભાવને કાઢી નાખવા જોઈએ અને એકલા જ શ્રી વીતરાગ પરમાત્માના સ્વરૂપ સંબંધી ભાવને હૈયામાં સ્થાપિત કરી દેવા જોઈએ. શ્રી જિનમંદિરમાં પેસતાં નિસીહી કહીને તે એ પ્રતિજ્ઞા કરાય છે કે− હવે હું સંસાર સબંધી વિચારણાના પશુ ત્યાગ કરૂં છું.' શ્રી જિનમદિરમાં પ્રવેશ કરીને શ્રી જિનમંદિર સંબંધી જ ચિન્તા કરવાની હોય, ભમ તીમાં ક્રૂરતાં કાં ય અશુદ્ધિ જણાય તો તે દૂર કરવાની હૈય તથા આખા ય શ્રી જિનમાંદરને તપાસી, જો કાંઈ આશાતનાનું કારણ—કચરા વિગેરે પડેલ હોય, તા તે સાફ કરવાના હોય, આમ શ્રી જિનમન્દિર સબંધી ચિન્તા કર્યો પછીથી, ‘ એ ચિન્તાનો પણ હું ત્યાગ કરૂં છું''−એવી પ્રતિજ્ઞાને કરવાને માટે, બીજી વાર ‘નિસીહી' એમ બોલવાનું છે. બીજી વાર ‘નિસીહી’ રૂપ પ્રતિજ્ઞા કર્યા બાદ, દ્રવ્ય-પૂજનાદિની ક્રિયા ફરવાની છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું ઉત્તમ, મનહર
"