________________
-
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
vot દિવસે લેકમાં ગામ બહાર જંગલમાં આવેલા એક મન્દિર દર્શન કરવા જવાનો રિવાજ હતું. તે દિવસે એ જગ્યાએ માટે મેળો જામતે. બધા ચ તોકે કઈ દર્શન કરવાની આશયથી ત્યાં જતા નહિ. મેળે જેવા, મેળામાં મહાલવી પણું ઘણું માણસ જતા. આપણાં તીર્થોના ઉત્સવમાં, મેળા એમાં પણ કેટલાક પ્રભુભક્તિ, ત્યાગ, આદિને માટે આવે છે અને કેટલાકે તૂહલ આદિને માટે પણ આવે છે ને? મોજ માણવા આવે છે ને? તીર્થસ્થાન પ્રભુની ભક્તિમાં એકતાન થવા માટે છે, કમને શૂરવા માટે છે, છતાં ય આજે ત્યાં હવા ખાવાના અને લહેર કરવાના હિસાબે જનારા ય પડ્યા છે ને? આત્માને જગાડવાની, પાપને ભગાડવાની અને ચિત્તને પરમાત્મામાં લગાડવાની જગ્યાએ, પાપકર્મોને ઉપજેવાને માટે જવું, એ કેટલી બધી બાલીશતા છે?
એ દિવસે પેલા શેઠના ત્રણ દીકરાઓમાંથી નાને દીકરી એ મંદિરે દર્શન કરવાને માટે નીકળે. એનો આશય તે માત્ર ભગવાનનું દર્શન કરવાનો જ હતો. ભગવાનનું દર્શન કરવું અને પવિત્ર થવું, એ એની ભાવના હતી.
તમે રોજ દેવવંદન, ગુરૂવંદન આદિ કરે છે ને? જેમાં પણ બધા જ દેવવંદન અને ગુરૂવંદન નિયમિત કરે છે, એવું નથી અને જેઓ દેવચંદન અને ગુરૂવંદન આદિ કરે છે, તેઓ ય એનાથી કયા ફલની અપેક્ષા રાખે છે? અપેક્ષા તે કર્મનિર્જરાની જ રાખવી જોઈએ. કર્મકંદનનું નિકંદનું કાઢવાને માટે દેવવંદન, ગુરૂવંદન આદિ વિહિત છે. જેને કર્મકંદનનું નિકંદન કાઢવું હોય, તેને દેવવંદન, ગુરૂવંદને