________________
૪૦૨
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને
થવા લાગી અને સૌ કેઈ શેઠના આ દીકરાની પ્રશસ્તિ ગાવા લાગ્યું. ખરેખર, અપ્રમાણિક માણસો પણ એ જ છે છે કે-બીજા બધા પ્રમાણિક હેય તે સારા. વ્યભિચારી માણસ પણ ઈચ્છે છે કે-બીજા બધા શીલસંપન્ન હોય તે સારા. ભલમનસાઈ નહિ કરનારાઓ પણ ઈચ્છે છે કે--બીજા બધા ભલા હોય તે સારૂં! કેમ આમ એક તો સદાચા
ને એ પ્રભાવ છે અને બીજું તેમાં જ પિતાનું પણ હિત છે. અપ્રમાણિક માણસ બીજા બધાને પ્રમાણિક ઈચ્છે છે, કારણું કે બીજા પણ અપ્રમાણિક હેય, તો એને છેતરવાને, લૂંટાવાનો સંભવ ખરે ને? વ્યભિચારી માણસ બીજા બધાને શીલસંપન્ન ઈચ્છે છે, કારણ કે બીજાઓ જે દુરાચારી હોય, તે તેથી પિતાની વહુ, બેટી, મા, બેન વિગેરેની ફસામણીને ડર ઉભે રહે ને? તમે જેજે, તપાસ કરજો, અપ્રમાણિક અને વ્યભિચારી માણસે પણ, અપ્રમાણિક અને વ્યભિચારી માણસેની સાથે ઘરવટને સંબંધ રાખવાને ખૂશી નહિ હોય અને પ્રમાણિક તથા સદાચારી માણસોની સાથે જ ઘરવટને સંબંધ સાંધવાને રાજી હશે ! એમાં બીજે પણ ફાયદો છે. સારા માણસે જેડે સંબંધ હોય, તે એવાઓને અપ્રમાણિત કતાને અને અનાચારને આચરવાની પ્રાયઃ વધારે તક મળે છે. બાકી તે સામાન્ય રીતિએ, આર્યદેશમાં તે ખાસ કરીને, અજ્ઞાન માણસને પણ સદાચાર ગમે છે. સદાચારને એ પ્રભાવ છે કે-દુરાચારિને પણ બીજાને સદાચાર આકા ,
ગામમાં બધે ય વાત ફેલાઈ ગઈ અને ઠામ ઠામ પિતાની પ્રશંસા થવા લાગી, એટલે બીજે કરે પણ શેઠની પાસે ગયે.