________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૩૯૯ કે ૨૫ બચી ગયા એમ નહિ, પણ ૫૦ કે ૭૫ ગુમાવ્યા.” કેમ? આપ્યા, પણ તે બળતા હૈયે આપણા માટે! આપ્યા તેની અનુમોદના થઈ નહિ અને ધારેલી રકમ કરતાં જેટલું ઓછું અપાયું–તેની અનુમોદના થઈ! કેટલાક માણસો વળી ઉત્સાહથી આપી દીધા પછીથી પરિતાપને સેવીને ધેળાને ધોઈ નાખે છે. પછી વિચાર આવે કે આજે આપણે નાહક ભાવનાના વેગમાં તણાઈ ગયા. ટીપમાં રકમ લખાવવામાં ઉતાવળ થઈ ગઈ !” આવા પ્રકારના વિચારો આવે, એ પરિતાપ કહેવાય. પરિતાપ સુકૃતના ફળને ધૂળમાં મેળવી દે. શેડના મોટા દીક
ને તે સુકૃત આચરતાં પહેલાં લાલની લાલચ હતી અને પાછળથી એમ થયું કે-“આ કામ ન કર્યું હતું, તે સારું થાત!” સુકૃતને આચરવા છતાં પણ, આવા પ્રકારની મનેતૃત્તિના ગે, અજ્ઞાન માણસે સુકૃતના ઉત્તમ ફળને ગુમાવી દે છે. - હવે લાલને મેળવવાને માટે એ શેઠને બીજે દીકરે શું કરે છે, તે જોઈએ. શેઠના બીજા દીકરાએ પિતાના મેટા ભાઈને અંગે બનેલી હકીક્તને સાંભળી હતી. એણે વિચાર કર્યો કે-લાલચુ ઠરાય નહિ અને પિતાજી પ્રસન્ન થાય, એવું કોઈ કામ કરવું જોઈએ.” એવું કામ કર્યું હોઈ શકે, તે એ વખતે તે તેના ધ્યાનમાં આવ્યું નહિ; પણ તે તે દિવસથી એવી કોઈ તકની રાહ જોવા લાગ્યા.
બજારમાં એની મેટી દુકાન હતી. જથ્થાબંધ માલનો એને વેપાર હતે. ઘણા આડતીયાઓ એને ત્યાં આવતા ઉતરતા અને એથી એની પેઢીમાં પૈસાની મોટી લેવડ-દેવડ ચાલતી રહેતી. એમાં એક વાર એવું બન્યું કે–એક આડતી