________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૯
એ રત્ન તેને જ આપવાના છે, કે જે આત્માના ખરેખર પ્રતિપાળ હોય! જે કાઈ ભલાઈનું ઉંચામાં ઉંચુ કામ કરશે, તેને હું એ રત્ન પ્રસન્ન થઈને આપીશ.’
શેઠે આવા જવાબ આપ્યા, એટલે ત્રણેય દીકરાઓમાંથી કાઈ તે વખતે તેા કાંઈ ખેલ્યું નહિ, પણ મેાટા દીકરાએ તે નિર્ણય કર્યો કે તક મળી જાય તેા ઝટ પિતાજીના મનને પ્રસન્ન કરી દઉં અને એમની પાસેથી અમૂલ્ય રત્નને હું જ લઈ લઉં !”
આ બનાવ બન્યા પછીથી, કેટલાક દિવસેા વહી ગયા. ત્રણે ચ દીકરા પાસે શેઠની આપેલી એટલી સપત્તિ છે કે—તેમનો સુખે નિર્વાહ થયા કરે; પણ એમ તે કાંઈ વાણીયાનો છેકરે બેસી રહે? એને ધા કર્યાં વિના ચેન પડે ?
સાધનસ'પન્ન હોય તે નિવૃત્તિ જ ભગવે, એ બધાને માટે શકય છે ? નિવૃત્તિનો જેને રસ હાય, તે તા સાધન મળતાં નિવૃત્તિ તરફ્ વળે, પણ જેના લાભને ચાભ ન હોય, તે શું કરે? નિવૃત્તિનો રસ હાય, તા માણસને થાડા સાધને પણ ચલાવી લઈને, સહી શકાય તેમ હોય તેટલું સહી લઈને પણ, નિવૃત્તિના સુખને ભાગવવાનું મન થાય. આપણે ત્યાં નિવૃત્તિ એ કાંઇ એદીપણાના પ્રકાર નથી. ખાય-પીએ અને આરામથી માજ-શાખ લેાગળ્યા કરે, એ સાચી નિવૃત્તિ નથી. આપણે ત્યાં તે નિવૃત્તિ પાપનિવૃત્તિ રૂપ છે અને ધમ પ્રવૃત્તિ રૂપ છે. જે પુણ્યાત્માઓ ધર્મની સાધનામાં, મેાક્ષના ઉપાયને આચરવામાં તત્પર બનેલા છે, એ જ સાચા નિવ્રુત્ત આત્માએ છે. એવા નિવૃત્ત આત્માએ આ લેાકમાં પણ