________________
૨૯૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો આવી દશા થાત નહિ! એ જે ચિન્તાની રીબામણભેગવી રહ્યો હતો, એને બદલે પોતાના હાથે એક ઘણું સારું પરેપકારનું કાર્ય થઈ ગયું”—એને એ આનંદ અનુભવતો હોત ! પણ એ આનંદ તે તે જ અનુભવી શકે, કે જેને ભલાઈનું કામ ગમતું હોય અને એના બદલાની અપેક્ષા ન હોય! આણે તે લાલના લોભે જ એ કામ કર્યું હતું! પૈસાને લભ માણસ પાસે શું નથી કરાવતે? કમળ કામાવાળે માણસ પણ પિસાવા લોભે કેવાં મહેનતનાં પણ કામ કરવાને તૈયાર થઈ જાય છે અને ભારે જોખમો પણ ઉઠાવે છે? પૈસો ઘણે હોય, પણ લેભ જે જોરદાર હેય, તે એ માણસ હજુ વાચા ને કાયાથી થાય તેવાં કામ કરી આપે, પણ માયાને (પૈસાને) છોડવાની વાત આવે તે ભાગી જ જાય. દુનિયામાં લેભીયાઓને માટે કહેવાય છે કે–ચમડી તૂટે પણ દમડી ન છૂટે!” આ શ્રીમંત પુત્ર પણ એમને જ હતે.
એક બે દિવસ વહી જવા છતાં પણ જ્યારે શેઠે પોતાના તે મેટા દીકરાને લાવ્યે નહિ, એટલે એ જાતે જ પિતાજીની પાસે ગયો. શેઠ બહુ સમજુ અને જમાનાને ખાધેલા માણસ હતા. એ સમજી ગયો કે-આ ભાઈ શા માટે આવ્યા છે? એટલે શેઠે પોતે તે કાંઈ વાત જ કાઢી નહિ. શેઠના એ મોટા દીકરાએ પણ પહેલાં તે બીજી–ત્રીજી વાત કરી અને રાહ જોયા કરી કેપિતાજી પેલી વાત કાઢે, પણ જ્યારે શકે એ વાત કાઢી જ નહિ, એટલે પિતે જ એ વાતને છેડી. એણે કહ્યું કે-“પિતાજી! પેલે ગરીબનો છોકરે તળાવમાં ડૂબતે ડૂબતે બચી ગયે, એ વાત તે આપે સાંભળી ને?