________________
૩૫ર
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
ભગવાનના સાવીયપણું અંગ
-શંકા અને સમાધાનના રૂપમાં કેટલીક વિચારણા હવે અહીં કોઈ કહેશે કે
ભગવાન શ્રી જિનેશ્વરદેએ તમે કહે છે તેવી સર્વ જીવને શાસનરસિક બનાવવાની ભાવના ભાવી હશે–એની ના નથી અને તમે કહે છે તેમ એ પરમ પુરૂષોએ હિંસાવિરમણ આદિને તથા મૈત્રી આદિ ભાવનાઓને ભાવવાને ઉપદેશ આપે હશે-એની પણ ના નથી; પણ એથી કાંઈ જગતના સઘળા ય જીવોનું દારિદ્ર ફાટી ગયું નથી. જગતના બધા ય જેને કાંઈ ભગવાન શ્રી જિનેશ્વરદેએ કેવી ભાવના ભાવી હતી તેની ખબર નથી તેમજ બધા જીવોએ એ તારકાના ઉપદેશને સાંભળે છે એમ પણ નથી. જગતના ની સંખ્યાના હિસાબે કશી જ ગણત્રીમાં ન આવી શકે, એટલી સંખ્યા ભગવાન શ્રી જિનેશ્વરદેવના ઉપદેશનું શ્રવણ કરનારાઓની હશે. એમાં પણ, જેટલા જેટલા છો એ મહાભાગના ઉપદેશને સાંભળે, તે બધા જ જીએ એ ઉપદેશને પિતાના જીવનમાં ઉતાર્યો નથી. જે છએ એ ઉપદેશને પોતાના જીવનમાં ઉતાર્યો છે, એ જીવોમાં પણ એ ઉપદેશને પરિપૂર્ણપણે પિતાના જીવનમાં ઉતારનારા થોડા. આ હકીકત તમને કમલ હોવા છતાં પણ, તમે ભગવાન શ્રી જિનેશ્વરદેવને “સાય' તરીકે સ્ત, એ કેમ ઘટી શકે? જે ભગવાન શ્રી જિનેશ્વરની ભાવનાથી, તેઓશ્રીને ઉપદેશથી અથવા તે તેઓશ્રીના પરિશ્રમથી જગતના સર્વ જે મેક્ષને પામ્યા હતા, તે તે તેઓને “સાયઃ તરીકે સ્તવવા એ બરાબર છે.”
આવા પ્રકારને પ્રશ્ન, વસ્તુની સ્પષ્ટતા કરાવવાને માટે પણ કઈ પૂછી શકે, કહેવાની વાતને બરાબર સમજી લેવાને માટે પણ કેઈ આવા પ્રકારને પ્રશ્ન પૂછી શકે અને “સાવ”