________________
३१२
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હેય, તે તે એક મુક્તાવસ્થા જ છે એટલે એ મહાભાગેએ જગતના જીને પિતપતાની મુખ્તાવસ્થાને પ્રગટ કરવાને ઉપદેશ આપે તેમ જ મુક્તાવસ્થાને પ્રગટ કરવાને ઉપાય શું છે, એ ઉપાયના કેવા સેવનથી મુક્તાવસ્થાની પ્રાપ્તિ થાય, તે પણ દર્શાવ્યું. મુક્તાવસ્થાને પામવાને ઉપાય દર્શાવતાં, એ પરમ પુરૂએ એ પણ લક્ષ્ય રાખ્યું કે-મુક્તિની અભિલાષાવાળે અને મુક્તિ માર્ગની શ્રદ્ધાવાળે અસમર્થમાં અસમર્થ જીવ હોય, તે પણ તે કાંઈક ને કાંઈક અંશે ચ મુક્તિમાર્ગની આરાધના કરી શકે. નગરમાં ભૂલા પડેલાને અગર તે અટવીમાં ભૂલા પડેલાને પિતાને ક્યા સ્થાને પહોંચવું છે-તેનું ભાન હોય છે, જ્યારે સંસારના જીવોને તો એટલું ય ભાન નહિ કે-મારે મેક્ષે પહોંચવું છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ તે જગતના જીવમાં મોક્ષની ઈચ્છા પ્રગટાવવાનું કાર્ય પણ કર્યું અને મોક્ષને ઉપાય-ક્ષે પહોંચવાને સીધે માર્ગ પણ દર્શાવ્યો એટલે ભગવાન શ્રી જિનેશ્વરદે જગતના જીના તારક છે-મેક્ષના દાતા છે, એમ પણ જરૂર કહી શકાય.
આટલું સમજાવવા છતાં પણ, કદાચ કેઈએમ કહે કે
તમે કહો છે તે બધું ય કબૂલ; ભગવાને કોઈનું ય અહિત કર્યું નથી, એ કબૂલ; એમની ભાવના સૌના હિતની હતી, એ પણ કબૂલ; એ તારકોના ઉપદેશથી જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, એ બધા જીવોનું એ પરમ પુરૂષોએ જ હિત કર્યું છે, એ વાત પણ કબૂલ; પરન્તુ તમે તો એમને “સર્વ જીવોના હિતને કરનારા તરીકે સ્તવો છે, એટલે તમારે એ તો બતાવવું જોઈએ ને કે- એમણે mતના સઘળા ય જીવોનું કર્યું હિત કર્યું?”