________________
१४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જ વૃક્ષની કિમત અંકાય છે. આંબાનું વૃક્ષ સારું કેમ? એના ઉપર કેરી ઉત્પન્ન થાય છે માટે ! તેમ શ્રી અરિહંત ભગવાન આદિના ઉપદેશાદિની કિંમત સિદ્ધિપદની પ્રાપ્તિ રૂપ ફલને આધારે છે. શ્રી સિદ્ધ ભગવાનનું અસ્તિત્વ જગતના જીવને અવિનાશી પદને–મેક્ષપદને પામવાની પ્રેરણા આપનારું નિવડે છે; અને એ ઉપકાર પણ વાસ્તવિક રીતિએ તો ભગવાન શ્રી જિનેશ્વરદેવને જ છે! પણ અહીં આપણે આટલો જ વિચાર કરીને અટકવાનું નથી, કેમ કે-જગતના સઘળા ય જી કાંઈ અવિનાશી પદને પામવાની પ્રેરણાને પામતા નથી, પછી ભલે ને તે તેમની પોતાની જ ખામીને અંગે એવી પ્રેરણાને પામતા ન હોય! આપણું તે એમ કહેવું છે કે-એક પણ જીવ મેક્ષને પામે, તે એથી જગતના સઘળા ય જનું હિત અવશ્ય સધાય છે, કારણ કે-જે જીવ મોક્ષને પામે છે, તે જીવ પિતાના તરફથી તે અવશ્યમેવ જગતના સઘળા ય જીવોને અભયનું દાન કરે છે!ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલા મોક્ષમાર્ગની આરાધનામાં એકાતે એકતાન બની ગયેલા અને છેડીને, આ જગતમાં બીજા કોઈ એવા છે ખરા,કે જે જીમાં અન્ય જીવની હિંસા કરવાની શક્તિ હોય અને પિતાના સ્વાર્થ આદિ માટે અન્ય જીવેની હિંસા કરવાની તેમને જરૂર લાગતી હોય, તે છતાં પણ કઈ જ જીવની હિંસા ન કરતા હોય? જગતમાં હિંસાનું તે સામ્રાજ્ય વ્યાપી રહેલું છે. તમે તમારે જ વિચાર કરે ને ? તમારા ગે કેટકેટલા પૃથ્વીકાય, અપકાય, તેલકાય, વાયુકાય અને વનસ્પતિકાય આદિ ની વિરાધના થાય છે? ઘરમાં લીલ વિગેરે થતા અથવા રસ્તે લીલ વિગેરે