________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૬૩ આવી શંકાનું પણ વ્યાજબી સમાધાન કરી શકાય તેમ છે. મોક્ષમાર્ગની સ્વતંત્રપણે પ્રરૂપણા ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ કરે છે. જ્યારે જ્યારે જે જે ક્ષેત્રોમાં કઈ પણ ભાગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન વિદ્યમાન હેતું નથી, ત્યારે ત્યારે તે તે ક્ષેત્રમાને કેઈ પણ જીવ મોક્ષને પામી શકતો નથી અથવા તો મોક્ષને અને મોક્ષના ઉપાયને જાણી શકતો પણ નથી. આથી એ વાત તે સિદ્ધ જ છે કે-જે કોઈ જીવે મેક્ષને પામ્યા છે, મોક્ષને પામે છે અને મોક્ષને પામશે, તેમાં નિમિત્ત તો ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ હતા, છે અને રહેશે. હવે તમે એ વાતને વિચાર કરે કે-કઈ પણ જીવ મેક્ષને પામે, એથી જગતમાં એની શી અસર થાય? કેઈ પણ જીવ મોક્ષને પામે, એથી જગતના જીને લાભ થાય, હાનિ થાય કે લાભ-હાનિ કાંઈ પણ ન થાય? ત્યાં તમારે કહેવું જ પડશે કે કઈ પણ જીવ મોક્ષને પામે, એથી જગતના જીવોને હાનિ કશી જ થાય નહિ અને લાભ અવશ્ય થાય. કેઈ પણ જીવ મોક્ષને પામે, એટલે એ જીવ જગતના જીને મોક્ષને પામવાની પ્રેરણા આપનારે બને છે. શ્રી નવકાર મંત્રમાં બીજું પદ કયું છે? મે વિશ્વ એટલે કે–શ્રી સિદ્ધ ભગવાનને મારે નમસ્કાર હે! શ્રી અરિહંત ભગવાનને અને આચાર્યો, ઉપાધ્યાયે તથા સાધુઓને નમકાર કરે, એમાં તે એ પુણ્યપુરૂષ પ્રત્યક્ષપણે ઉપકારી છે એમે ય કહી શકાય, પણ શ્રી સિદ્ધ ભગવાનને માટે શું કહી શકાય? કહેવું જ પડે કે-જે એ પદ ન હોત, તો શ્રી અરિહંત ભગવાનને ઉપદેશ પણ નકામીયાબ નિવડત. ફળના આધારે