________________
૩૮૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને દષ્ટિને તાકીને ફાળ મારશે. સિંહ પણ પશુ છે અને કુતરું પણ પશુ છે, પણ બેયની રીત જુદી જુદી છે. કુતરાને કેઈએ પત્થશે કે બીજું કાંઈ છૂટું માર્યું હોય, તે એ એના તરફ જે ચીજ ફેંકાઈ હોય છે, તે ચીજને બચકું ભરવાને દેડે છે. સિંહવૃત્તિમાં અને શ્વાનવૃત્તિમાં આ તફાવત છે. કેઈએ તમને ગાળ દીધી, કેઈએ તમારું અપમાન કર્યું, કેઈએ તમારું કાંઈ પણ લૂંટી લીધું, એ વખતે તમારે શો વિચાર કરે જોઈએ? “મારા તેવા પ્રકારના કર્મના ઉદય યોગે જ આમ બનવા પામ્યું છે –એ વાત તરફ તમારે લક્ષ્ય આપવું જોઈએ. ‘તમારા કર્મના ઉદયથી તમને એવા અનિષ્ટ યોગની પ્રાપ્તિ થઈ એવા યોગની પ્રાપ્તિમાં પેલે નિમિત્ત બને, પણ તે ય તેના તેવા પ્રકારના કર્મોદય વિના નિમિત્ત બનતું નથી. આવું સમજીને તેવા પ્રસંગે પિતે ઠંડે પડે, નરમાશ રાખે, તે સામે -ગમે તેટલે ગરમ થયો હોય, તે પણ તેને નરમ થયે જ છૂટકે થાય! આપણે નરમ તે બધા ય નરમ; આપણે ગરમ તે બધા ય ગરમ. કહેવત પણ રૂઢ છે કે-આપ ભલા તે જગ ભલા.” અહીં તે એ વાત છે કે–સામો થાય આગ, ત્યાં આપણે થવું પાણી. “ગાળો આપનાર શત્રુ છે – એવું તમને તમારા અજ્ઞાનથી ભાન થાય છે, માટે તમને આ જ્ઞાન અપાય છે કે-એ ભાન છેટું છે. “ફેંકનાર કેશુ છે?”—એ તરફ દષ્ટિ થઈ જાય, અર્થાત-“સાચો શત્રુ કર્મ જ છે-એ - સમજાઈ જાય, તે પ્રાણી પાવન બની જાય તથા કર્મનું લાવન - છેદન થઈ જાય. એ માટે સિંહવૃત્તિને કેળવવાનું નક્કી કરે અને લાકડી વિગેરેને બચકાં ભરવા જેવી ધાનવૃત્તિને ત્યાગ