________________
પહેલો ભાગ શ્રી જિનસ્તુતિ
૩૭૭ દુઃખ ઉત્પન્ન થયું, દુઃખ ભેગવવાને અવસર આવી લાગે, પણ રેગ થયે શાથી?વૈદ્યક કહે છે કે- લસૂઢા ઉપાય | રસે જ વ્યાધિનું મૂળ છે. જેટલા રસે ઓછા, એટલા રોગો ઓછા. આપણે તે એથી ય આગળ જઈએ છીએ. રસો તે રેગ થવામાં નિમિત્ત કારણ બન્યા, પણ એનું ય મૂળ કારણ કયું? પહેલાં તેવા પ્રકારનું કર્મ ઉપજેલું અને તે ઉદયમાં આવ્યું, એટલે રસના નિમિત્તે રેગ થયે. વૈદ્યો શારીરિક દષ્ટિએ મૂળ કારણ તરફ જુએ છે. એ કહે છે કે-જે સુખની આકાંક્ષા હેય, તે રસ ઉપર કાબૂ મેળવે. વિદ્યક દષ્ટિએ વ્યાધિનું મૂળ કારણ રસ છે, રસાસ્વાદ છે. ફલાણે ફલાણા રેગથી મર્યો, એમ કહે છે, દમથી મર્યો કહે છે, પણ વિચારે તે સમજાય કે-દમથી મર્યો કે ગમ ન રાખી માટે મર્યો? રસની લોલુપ તાથી આયુષ્યને વહેલ અન આવે એમ પણ બને. સેપકમ આયુષ્ય નિમિત્તને પામીને વહેલું પણ ખતમ થઈ જાય. આમ છતાં ય ગાદિક થવામાં ય મૂળ કારણ તે કર્મ જ છે. તમે
અમુકે મારું બગાડ્યું'—એમ જુએ છે, પણ શાથી એ તમારૂં બગાડી શક્યો એ જોતા નથી. તમે નિમિત્તને જુઓ છે, પણ સમવાયીને જતા નથી. નિમિત્તને નહિ જોતાં, સમવાયીને બરાબર જોતાં શીખો ! અમુક તમારી વિરૂદ્ધ બોલે, વર્તે, તેમાં પ્રબળ એવું કોઈ કારણ ખરું કે નહિ? એ કર્યું કારણ? તેવા પ્રકારના તમારા કર્મને ઉદય. તમે પ્રથમ તેવા પ્રકારનાં કર્મોને ઉપાજેલાં, એ નક્કી. સામાની વિરૂદ્ધતા, એ જ એ કર્મોની પાકી સાબીતી છે. જેને તેવા પ્રકારનાં કર્મોને ઉદય નથી હોતે, તેની વિરૂદ્ધતા કોઈ કરતું જ નથી. :