________________
-
-
૩૬૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ માટે આપણે શ્રી વીતરાગના આલંબનની જરૂર છે. તમે સંસારના સંગી છે, પાપના સંગી છે, વિષયના રંગી છો, છતાં સાધુઓને વંદન કરે છે ને? શા માટે? એક જ હેતુ જોઈએ કે-અંતરથી તમે મુક્તિના રંગી છે અને તેથી ગુણેના પણ તેવા જ રંગી છે. દુનિયામાં તમને જે જે ચીજો વહાલી છે, તે તમે જેમને નમે છે તેમણે છોડી દીધી છે; તમે પણ એ ચીજોને છોડવાને ઈચ્છે તે છે જ; છેડી શકતા નથી એ વાત અલગ! મુનિઓને નમવામાં ભાવના વિષયવાસનાના લીલુખ્યને વમવાની હોય કે એને પામવાની હેય? ભાવના તે વમવાની જ જોઈએ અને એ ભાવનાથી નમવામાં આવે, તે જ એ નમસ્કાર કિંમતી છે. ત્યાગીઓને નમસ્કાર ત્યાગ માટે છે. પુણ્યશાલિઓ એટલે કે વિવેકગુણને પામેલા પુણ્યવતે, સંસારમાં એક ક્ષણ પણ નહિ રહે. વાની ભાવનાવાળા હોય છે, એટલે તેઓ મુનિજનેને દ્વાદશાવર્ત આદિ વન્દન કરે છે. પરમહંત શ્રી કુમારપાલ મહારાજા, પરમ ઉપકારી-કલિકાલસર્વજ્ઞ–આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને હંમેશાં દ્વાદશાવત્ત વન્દન કરતા. અઢાર દેશને માલિક ત્યાગીને નમે કેમ? એ માટે કે–ત્યાગ વગર શુદ્ધિ નથી ! જ્યાં સુધી અશુદ્ધિને રાગ રહે છે, ત્યાં સુધી અશુદ્ધિ રૂપ ડાકણ ભરખી ખાય છે ! હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહને જો તમે ઉમદા માનતા હશે, તે તમે એને છેડી શકશે નહિ અને એથી તમને અશુદ્ધિ છેડશે નહિ. અશુદ્ધિ જ્યાં સુધી સારી લાગે છે, છોડવા જેવી લાગતી નથી, ત્યાં સુધી દેવ-ગુરૂ