________________
પહેલે ભાગ શ્રી જિનેસ્તુતિ
૩૬૭
કેઈનું પણ ભૂંડું કરે નહિ. પ્રભુ તે તારનારા જ હોય; મારનારા હોય જ નહિ. આવા શુદ્ધ પ્રભુને સેવનારથી શુદ્ધિ કર રહી શકે નહિ. આવા પ્રભુના નામથી જેનું તન રોમાંચિત થઈ જાય, નયને વિકસિત થઈ જાય, દિલ ભક્તિના ભાવથી ભરપૂર બની જાય અને એથી જેને આવા પ્રભુને ગુણેને ગાવાનું મન થઈ જાય, તે એક દિવસ એકસ વીતરાગ થશે. એટલે પ્રભુનું સર્વ કાંઈ જગતના જીને માટે હિતકારી જ છે. એકનું ભલું કરવું અને બીજાનું બૂરું કરવું–એમાં તો રાગ અને દ્વેષ છે. આપણા દેવ તે વીતરાગ છે. વીતરાગ પોતે કાંઈ આપતા નથી, પણ વીતરાગની સેવાને ભાવ જે સુન્દર ફળ આપી શકે છે, તેવું સુન્દર ફલ બીજું કંઈ જ આપી શકતું નથી. આવા વીતરાગ દેવના ચરણમાં જે લેટી જાય, પિતાના મન-વચન-કાયાના ગેને સમર્પિત કરી દે, તે પિતાની અશુદ્ધિને જરૂર દૂર કરી શકે. “હે પ્રભુ! અનાદિકાળથી હું રાગ અને રેષમાં ફસેલે છે, કારણ કે મારે વિવેક આવરાઈ ગયેલું હતું. હવે તૂ વીતરાગ મળે છે. તારા આલંબને મારે પણ વીતરાગ બનવું છે. મારે તારે જ બનવું છે- તારા જેવા જ બનવું છે, માટે મને બચાવ! બચાવ!!” -આવી હાર્દિક પ્રાર્થના જેના હૃદયમાં પ્રગટે, તે દુર્ગતિદાયક દુર્વ્યસનેથી જરૂર બચી શકશે, સદગતિને પામી શકશે અને અને જરૂર તરી જશે! જે શુદ્ધિને રાગી બને, તેને અશુદ્ધિ તરફ ચીડ આવે; એને અશુદ્ધિને કાઢવાનું અને શુદ્ધિને પેદા કરવાનું મન થાય; એમ કરતાં એ એ શુદ્ધ બની જાય કે-એને કેઈ ઉપર કે કશા ઉપર રાગ કે રીસ રહે નહિ,