________________
૩૬૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન ઘણું ચાલવા છતાં પણ, તમારા ઈચ્છિત સ્થાને પહોંચ્યા ન હતા અને ચાલી ચાલીને લેથ થઈ ગયા હોત તથા રવડી મર્યા હોત ! તમને આવી સમજ હોય છે, માટે તમે કહો છે કેજે કે-ચાલે તે હું જ છું, પણ મને અહીં પહોંચાડનાર એ માણસ જ છે !” આવી જ રીતિએ, તમે ભગવાન શ્રી જિનેશ્વરદેવના મોક્ષમાર્ગને દર્શાવવા રૂપ ઉપકારને માટે વિચાર કરે, તે તમારે પણ કહેવું પડે કે-જે જે મેક્ષને પામે છે, તે જીવને મેક્ષે પહોંચાડનારા, એ જીવને તારનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવે જ છે ” સંસાર, એ તે મહા અટવી છે. જગતની ભયંકરમાં ભયંકર અટવી પણ એની તોલે આવી શકે નહિ, એવી એ મહા ભયંકર અટવી છે. જગતના જી એ અટવીમાં ભૂલા પડી ગયા છે, ફસાઈ ગયા છે. એમના દુઃખને પાર નથી. સંસારમાં સુખ વસ્તુતઃ તે છે જ નહિ અને જે સુખ સંસારમાં છે તે પણ વખાણવા જેવું નથી. દાંત વગરના બહુ ભૂખ્યાને સુક્કો કેટલે લુખે પણ મળી જાય, તે ય તેને તેમાં આનંદ આવે છે. રેટ લુખે ય છે અને સુક્કો પણ છે, એટલે ચાવતાં પીડા, મેંઢામાં મમરાવતાં પીડા, ગળે ઉતારતાં પીડા અને પચાવતાં પણ પીડા, છતાં બહુ ભૂખ્યાને એ રેટ ખાતાં પણ આનંદ આવે છે; તેમ સંસારના છે જે સુખને અનુભવ કરે છે, તે આવા પ્રકારનું છે. ભૂખ વિના ખાવાનું સુખ ભોગવી શકાય નહિ, તરસ વિના પીવાનું સુખ ભોગવી શકાય નહિ, ઉત્તેજના થયા વિના વિષયસુખ ભેગાવી શકાય નહિ-એમ સંસારનું તમે માનેલું એકે એક સુખ એવું છે કે-એ સુખને જે તમારે