________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૫
પણ એમ જ મેલાય છે. ધારો કે–તમે રસ્તામાં ભૂલા પડી ગયા. રસ્તા ઘણા હોય અને કયા રસ્તા કાં જાય છે, તેની તમને કશી માહિતી જ ન હોય; તા તમારે ઘેર પહેાંચવાને માટે અથવા તે તમારે જે સ્થાને જવું હોય તે સ્થાને પહેાંચવાને માટે, કોઈની સહાય લેવી પડે ને ? તમારે જ્યાં જવું હોય, ત્યાં પહોંચવાના રસ્તા કયા છે, એ તમારે કાઈ રસ્તાના જાણકારને પૂછવું પડે ને ? એવા વખતે તમને ફાઈ મળી જાય અને તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચવાના સીધા રસ્તે તમને ચઢાવી દે, તે તમે તમારા ઇચ્છિત સ્થાને પહોંચ્યા બાદ શું કહો છે ? ‘હું તેા ભૂલા પડી ગયા હતા, પણ એક સારા માણસ મને મળી ગયા અને એણે મને અહીં પહોંચાડયો. મને જો એવા કોઈ માણુસ ન મળ્યો હોત, તા હું રવડી મરત !'-આવું તમે ખેલે છે ને? હા, તા કેમ એવું ખેલા છે ? તમે ચાલ્યા તા તમારા પગે, તમે જો ચાલ્યા ન હેાત તા તમારા ઘરે અથવા તેા તમારે જ્યાં પહોંચવું હતું ત્યાં તમે પહેાંચી શકત નહિ, તે છતાં પણ તમે એમ જ કહે છે કે–મને અમુક માણસે અહીં પહેોંચાડવો !” કારણ કે તમે જે વખતે ભૂલા પડી ગયા હતા, તે વખતે પણ તમારી ચાલવાની ક્રિયા તા ચાલુ જ હતી; ચાલવાની તમારી ક્રિયા ચાલુ હોવા છતાં પણ, તમે તમારા ઈચ્છિત સ્થાન તરફ જઈ રહ્યા નહોતા, પણ તમારી ચાલવાની ક્રિયા જ તમને તમારા ઇચ્છિત સ્થાનથી દૂ ને દૂર લઈ જતી હતી; જો તમને પેલા સારા માસ મળ્યા ન હેાત અને એણે તમને તમારા ઇચ્છિત સ્થાને પહોંચવાને માગ ખતાબ્યા ન હોત, તે તમે ઘણું