________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૩૫૭ મશીલ બનેલા આત્માને હંફાવવાને, પાછા પાડવાને, એના પુરૂષાર્થને જોરદાર નહિ બનવા દેવાને પ્રયત્ન પણ એનાં પિતાનાં જ કર્મો કરે છે. કર્મો તે જડ છે, એને કાંઈ વિચાર આદિ નથી, પણ એને ઉદય બહુ ભયંકર હોય છે. કર્મના ઉદયે ચૌદે ચૌદ પૂર્વેના ધણુ આત્માઓને પણ પટકી દીધા અને છેક નરક-નિગોદમાં પહોંચાડી દીધા. અમે પણ હજુ કર્મોના ગવાળા છીએ, હજુ તે અમારી કર્મોથી છૂટવાની મહેનત ચાલે છે; એ માટે જ અમે આ શ્રી વીતરાગના શાસનના શરણે સંયમ લીધું છે, પણ અમારા આત્માની પરમ શુદ્ધિ તે ક્યારે થશે, એ જ્ઞાની જ કહી શકે. આપણે તે એટલું કહી શકીએ કે-હવે માર્ગે ચડ્યા છીએ, માર્ગની સાચી પિછાન થઈ ગઈ છે, એટલે વહેલા કે મેડા પણ આપણે મેક્ષને જરૂર પામવાના ! એટલે વસ્તુસ્થિતિ જ એવી છે કે-મેક્ષને તે જ છે પામી શકે છે, કે જે જી પિતે જ મેક્ષના અભિલાષી બને છે, મેક્ષના સાચા ઉપાયને જાણીને તેના ઉપર શ્રદ્ધાવાળા બને છે અને તે પછી એ ઉપાયને સેવવાને પુરૂષાર્થ કરતે કરતે પોતાના આત્માના પરમ શુદ્ધ સ્વરૂપને પ્રગટાવી શકે છે! કુદરતી રીતિએ, સ્વાભાવિક રીતિએ વસ્તુસ્થિતિ આવી જ છે, એટલે “ભગવાન શ્રી જિનેશ્વરદેવેની જે ભાવના હતી કે-જગતના સર્વ જી મુક્તિને પામે, તે એ તારકેએ જગતના સઘળા જેને મેક્ષે પહેચાડી દીધા કેમ નહિ?”—એ પ્રશ્ન જ અસ્થાને છે. કુદરતના કાનુનની સામે પ્રશ્ન હોઈ શકે નહિ. એ પ્રશ્ન ટકી શકે નહિ. સર્વ શક્તિમાન પણ અગ્નિને શીતતાવાળ બનાવી શકે?