________________
*
*
*
* * * *
*
*
* *
*
* *
* *
* *
* * * * * * * * *
*
*
*
* * * * - -
૩૫૫
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ કે જેમની ભવિતવ્યતા કાલ આદિ પાકેલ ન હોય. જેમ રોગને મટાડવાનું અચૂક સામર્થ્ય ધરાવનારા ધન્વન્તરી વૈદ્યો, જે દદિઓનાં દર્દો સ્વભાવથી જ અસાધ્ય હોય છે, તે દર્તિ એનાં દર્દીને મટાડી શકતા નથી તેમજ જે દર્દિઓનાં દર્દો સાધ્ય હોવા છતાં પણ ટાઈફેડ આદિની જેમ કાળક્ષેપની જ અપેક્ષા રાખનારાં હોય છે, તે દર્દીને તેનો કાળ પાક્યા પહેલાં મટાડી શકતા નથી, તેમ ભગવાન શ્રી જિનેશ્વર ઘણે ઘણે પરિશ્રમ કરે છે, શક્ય એટલો પરિશ્રમ કરે છે, તે છતાં પણ અસાધ્ય દર્દવાળાઓની જેવા અભવ્ય છે કદી પણ મોક્ષને પામી શકતા નથી અને સાધ્ય દર્દવાળા હેવા છતાં પણ કાળક્ષેપની અપેક્ષાવાળા દદિઓના જેવા દુર્ભ તથા ગુરૂકમ આદિ ભવ્યો પણ તત્કાલ મેક્ષને પામી શકતા નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવે જે ભાવના ભાવે છે અને જે ઉપદેશ આપે છે, તેને જોતાં કોઈ પણ ડાહ્યા માણસને એમ કહેવું પડે કે-જે મોક્ષ એ એવી વસ્તુ હેત કે-કેઇની આપી કોઈ લઈ શકે, તે ભગવાન શ્રી જિનેશ્વરદે કેઈને પણ સંસારમાં રહેવા દે એવા હતા જ નહિ. પરંતુ મોક્ષ એવી ચીજ જ નથી કે-એકની આપી બીજાથી લઈ શકાય. એ તે નિજ નિજના પુરૂષાર્થથી જ સાધ્ય તત્ત્વ છે. જે જીવ પિતે જ પુરૂષાર્થ કરે નહિ, તે જીવ કદી પણ પારકા પુરૂષાર્થ માત્રથી મોક્ષને પામી શકે નહિ. બીજાઓ તો મોક્ષ પુરૂષાર્થને સાધવાને ઉપાય બતાવી શકે અને એને એની સાધનામાં જરૂરી હોય તે બાહ્ય અનુકૂળતાએ કરી આપી શકે, પણ પિતાના આત્માને શુદ્ધ તે આત્માએ પોતે જ