________________
==
=
===
=
૩૫૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પ્રહર તેિ ધર્મદેશના દે છે અને જ એક પ્રહર એ તારકેના ગણધર દેશના દે છે. દિવસના ચાર પ્રહર તેમાં પહેલા પ્રહરમાં ભગવાન પિતે દેશના દે ભગવાન દેશના દઈને વિરામ પામે, એટલે બીજા પ્રહરમાં ગણધરભગવાન દેશના દે છે, અને જ્યાં ત્રીજે પ્રહર પૂરે થાય, એટલે ચોથા પ્રહરમાં ભગવાન પોતે દેશના દે. દિવસને માત્ર ત્રીજો પ્રહર જ દેશના વિનાને ખાલી! ભગવાન શ્રી જિનેશ્વરદેવેની દેશના સાંભળનારા જીમાં પણ કેટલાક એવા હોય છે, કે જેમને ભગવાને કહેલે ધર્મ રૂ નહિ. જેમ મગમાં કેરડુ હોય છે ને? મગ
ડી વારમાં ચઢી જાય અને કેરડુ તપેલીમાંનું બધું ય પાણી બળી જાય અથવા તે ચુલાને અગ્નિ બુઝાઈ જાય, તે પણ ચઢે નહિ, અગ્નિમાં અને પાણીમાં મગને ચઢાવવાની તાકાત છે, પણ કેરડુ એનાથી ચઢે જ નહિ. ત્યાં શું કહેવાય? અગ્નિમાં અને પાણીમાં તાકાતની ખામી છે-એમ ન કહેવાય, પરંતુ કેરડુની જાત નાલાયક છે, એમ કહેવાય. વળી દર્દોમાં દર્દી જેમ સાધ્ય હોય છે, તેમ અસાધ્ય પણ હોય છે. સાધ્ય દર્દોમાં પણ કેટલાંક દર્દો એવાં જ હોય છે, કે જે કાલક્ષેપની અનિવાર્ય અપેક્ષા રાખતા હોય. દર્દ સાધ્ય હાય, પણ જ્યાં સુધી કાળ પાકે નહિ, ત્યાં સુધી એ દર્દ અસાધ્ય જેવું જ ગણાય. આવી જ રીતિએ, જગતમાં જેટલા જીવે છે, તે બધા જ જીવમાં મોક્ષને પામવાની લાયકાત હેતી નથી. જગતમાં એવા પણ ઘણા જીવે છે કે-જે જેમાં મોક્ષને પામવાની લાયકાત નથી. જે જીમાં મોક્ષને પામવાની લાયકાત છે, તે જીવેમાં પણ ઘણા જીવે એવા છે,