________________
પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ
૩૫૧ નજર રાખવાની. તમને કેને જોઈને આનંદ થાય? જેમાં તમારે સ્વાર્થ ન હય, મારાપણું ન હોય, કશે સંબંધ ન હોય અથવા તે તમારા પ્રત્યે એને સારે ભાવ ન હોય, તે પણ એ ગુણસંપન્ન છે-એમ જે તમને માલૂમ પડી જાય, તે એને જોઈને તમને આનંદ જ થવું જોઈએ. “મારે માટે સારે–એ મન્તવ્ય મૂર્ખાઓનું હોય છે અને ‘સારે માટે મારો –એવું મન્તવ્ય વિવેકી જનેનું હોય છે. ત્રીજી ભાવના વુિં પર્વ છે. દીન, દુઃખી, અનેક દોષથી પીડાતા જીવેને માટે ભગવાને કેવી ભાવના ભાવવાનું કહ્યું? ભગવાને એવા જ પ્રત્યે કરૂણાળુ અન્તઃકરણવાળા બનવાનું ફરમાવ્યું છે. ગુણવાનેને જોઈને રાગવાળા બનવું એ ગુણ, પણ દોષવાળાઓને જોઈને રોષવાળા બનવું એ દોષ, દીન, દુઃખી, દેષિત આદિની પ્રત્યે તે કરૂણાશીલ જ બનાયક અને કરૂણાશીલ બનીને એ ના દુઃખના તથા દેષના નિવારણને માટે યોગ્ય પ્રયત્ન થાય. દેષાદિકના નિવારણને માટે કરૂણાશીલ બનીને પ્રયત્ન કરવામાં આવે, તે પણ કેટલાક જ એવા જ હોય છે કે–એ જીવે છેષમુક્ત બની શકે જ નહિ; એવા અપ્રતીકાર્ય દોષવાળા કહેવાય છે, એવા જ પ્રત્યે પણ રેષવાળા બનવાની ભગવાને મનાઈ કરી છે. ભગવાને તે એવા જીવો પ્રત્યે મધ્યસ્થ કાવ માધ્યય ભાવને ધારણ કરવાનું ફરમાવ્યું છે. જે ભગવાને આવી મિત્રી આદિ ચાર ભાવનાઓથી ભરપૂર અને કરણવાળા બનવાનું ઉપદેશ્ય છે, તે ભગવાનને “સાર્વીય તરીકે સ્તવવામાં આવે, તે તદ્દન વ્યાજબી જ ગણાય.