________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને કર્યો છે? પેલામાં તો “ઉઠાવ, ઉડાવ, થાવા ઘો–એમ અને આત્મસુખ માટે? કૃપણુતા જેટલી આત્મિક સુખની સાધનામાં નડે છે, તેટલી વિષયસુખની સાધનામાં નડે છે? વિષયસુખની સાધનામાં ખેંચાઈને ખર્ચ અને ધર્મમાં ખર્ચવાની વાતમાં મનને પાછું પડી જતાં વાર લાગતી નથી, કેમ કે-વિષયસુખ તરફ જે આકર્ષણ છે, તે આકર્ષણ આત્મસુખ તરફ નથી. લાડ કે લાડુ
દુનિયામાં વિષયસુખની લાલસાનું સામ્રાજ્ય પ્રબળપણે પ્રવર્તી રહ્યું છે. એમાં વિષમતાને પાર રહ્યો નથી, છતાં એની લગની એવી છે કે-ત્યાં દુખો પણ સહેલાઈથી વેઠાય છે અથવા તે એનાં દુઃખમાં ય જાણે સુખ લાગે છે ! વિષયસુખની વિષમતાને અનુભવ તમને નથી એવું નથી, પણ એને રસ બધી વિષમતાઓ તરફ આંખ આડા કાન કરાવે છે. બાકી દુનિયામાં પણ કહેવાય છે કે “પર પીડાએ મરે અને કુંવારો કેડે મરે !” પરણેલાને જંજાળ મારે અને નહિ પરણેલાને પરણવાના કેડ હોય છે તે મારે! વિષયસુખમાં સુખની કલ્પના કરનારાઓને, પરણીને ય પસ્તાવાનું અને વગર પરણ્ય પણ પસ્તાવાનું! નહિ પરણેલે પરણેલાના કંઈ કંઈ આનંદની કલ્પના કરે અને પરણેલાનું તે મન જ જાણે છે કે- થોડી મજા માટે પણ કેવી સજા ભોગવવી પડે છે! આ તે “લકકડ કે લાડુ, માયા સે ભી પસ્તાયા ઔર ન ખાયા સો ભી પસ્તાયા'—એ ઘાટ છે. કહેવાય છે કે-કઈ એક પૂર્વે લોટને અદલે લાકડાને વેરતાં જે વેર પડે છે, ઝીણે ભૂકકો પડે છે,