________________
૨૬૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
નષ્ટ જ થઈ જાય. આવી રીતિએ રાગાદિકને પણ ક્ષય થઈ શકે છે, એ આપણે મુદ્દો છે. સમતા દ્વારા રાગ-દ્વેષના પ્રવાહને રૂંધી શકાય છે અને સમ્યજ્ઞાન તથા સમ્યક્રચારિત્ર દ્વારા તેના નાશને પણ સાધી શકાય છે. આત્મામાં જે વિવેક પ્રગટે, તેને પોતાના સ્વભાવનો ખ્યાલ આવી જાય, પિતાની વિભાવ દશા ખટકે અને સ્વભાવ દશાને પામવાનું મન થાય, તે તે પિતાની વિભાવ દશાનાં કારણેને ટાળવાને માટે પુરૂવાર્થશીલ બને અને એવા પુરૂષાર્થશીલ આત્માને માટે પિતાના રાગ-દ્વેષનો સર્વથા ક્ષય એ કેઈ અશક્ય વસ્તુ જ નથી. દષ્ટિરાગની ભયંકરતા?
દુનિયામાં ભારેમાં ભારે રાગ વિષયસુખને છે. જે કેવિષયસુખના રોગ કરતાં એટલે કામરાગ કરતાં પણ, દૃષ્ટિરાગ વધારે ભયંકર છે. દષ્ટિરાગ એટલે મિથ્યાદર્શનને રાગ. દર્શનના સ્વીકારમાં માધ્યય ભાવ અને વિવેકબુદ્ધિ જોઈએ. આત્માને વિસ્તાર જેનાથી સધાય, તેવા દર્શનને સમજપૂર્વક સ્વીકાર કરવાની તૈયારી જોઈએ. એવી આગ્રહશીલતા નહિ જોઈએ કે હું જે દર્શનને માનું છું, તે સિવાયના દર્શન નની વાત મારે જાણવી કે વિચારવી જ નહિ” શ્રી જૈન શાસનમાં તે વદર્શનનું જ્ઞાન મેળવવાનું વિધાન છે અને પૂડદર્શનનું વિવેકપૂર્વકનું જ્ઞાન શ્રી જૈન દર્શન પ્રત્યેની આત્માની શ્રદ્ધાને નિર્મલ બનાવનારું છે, એમ પણ ઉપકારિઓ ફરમાવે છે. અન્ય દર્શનેનું જ્ઞાન થવાથી, તે તે દિશામાં કેવી કેવી ત્રુટિઓ છે તે સમજાય છે તેમજ ખાત્રી થાય છે કે તેના